Friday, Oct 31, 2025

અમદાવાદ એસજી હાઈવે પર થલતેજના ટાઈટેનિયમ સ્ક્વેર બિલ્ડિંગમાં આગ

1 Min Read

અમદાવાદના એસજી હાઇવે પર થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઇટેનિયમ સ્ક્વેર નામની કોમર્શિયલ બિલ્ડિંગમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ સહિત 28 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ત્રણ કલાકની ભારે અહેમદ બાદ આગને સંપૂર્ણપણે કાબુમાં લઈ લેવામાં આવી છે. ત્રણ માળમાં આવેલી 12થી વધારે ઓફિસો આગમાં ખાખ થઈ ગઈ છે. ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર આજે વહેલી સવારે થલતેજમાં ટાઇટેનિયમ બિલ્ડિંગના 9, 10 અને 11મા માળે ભીષણ આગ લાગી હતી. આ ઘટનાને લઈને 25થી વધુ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

આ પણ વાંચો :-

Share This Article