મહારાષ્ટ્રના પુણેમાં મોડી રાત્રે એક મોટી દુર્ઘટના ઘટી હતી. પુણેમાં વાઘોલી ચોક વિસ્તારમાં મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ ફૂટપાથ ઉપર સુઈ રહેલા 9 લોકો ઉપર ડમ્પર ફરી વળ્યું હતું. ઘટનામાં બે બાળકો સહિત 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. માનવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવર નશામાં ધુત હતો. તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. જેમાં શહેરના શિવરંજની પાસે પૂરપાટ ઝડપે જતી કારે કોમ્પલેક્ષમાં ઘૂસીને 5 વાહનોને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ગંભીર હતી કે જો કોઇ વ્યક્તિ આ કારની અડફેટે આવ્યું હોત તો તેના ઘટના સ્થળે જ પ્રાણપખેરૂ ઉડી જાત. ત્યારે આ ગાડી કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં અથડાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.
આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા હતા. આ CCTVમાં કારચાલક વાહનને ટક્કર માર્યા બાદ કાર મુકીને ફરાર થતો જોવા મળ્યો હતો. જેથી શિવરંજની પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી છે. ઉલ્લેખનિય છેકે આ ઘટનામાં કોઇને ગંભીર ઇજાઓ પહોંચી ન હતી.
આ પણ વાંચો :-