ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં સતત થઈ રહેલી હિમવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઘણા રાજ્યોનું હવામાનમાં બદલાવઆવ્યો છે. જેમાં ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. તેમજ દિલ્હી-NCRમાં આકાશમાં વાદળો છવાયા છે. સોમવારે સવારે પણ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. એટલે કે કડકકતી ઠંડીની સાથે વરસાદ પણ પડી રહ્યો છે.

દેશભરમાં તીવ્ર ઠંડીનું પ્રમાણ યથાવત છે આ સાથે અનેક વિસ્તારોમાં ઠંડીએ રેકોર્ડ તોડ્યો છે. ઉત્તર ભારતમાં ઠંડીની લહેર અને ગાઢ ધુમ્મસનો પ્રભાવ છે, જ્યારે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની અસર છે. ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં થયેલા ભૂસ્ખલનને કારણે નેશનલ હાઈવે બ્લોક થઈ ગયો છે, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જમ્મુ-કાશ્મીરમાં “ચિલ્લાઇ કલાન” નામનો 40 દિવસનો શિયાળાનો કઠોર સમયગાળો શરૂ થયો છે. શ્રીનગરમાં તાપમાન -8.5°C નોંધાયું છે, જે છેલ્લા 133 વર્ષમાં ત્રીજીવાર બની રહ્યું છે. આ હાડકાં જમાવી દેતી ઠંડીએ લોકોને ગરમ કપડા અને હીટરોના શરણામાં જીવવા મજબૂર બનાવ્યા છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા 28 ડિસેમ્બર સુધીમાં હવામાનમાં મોટા ફેરફારની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય રહેવાના કારણે હવામાનમાં બદલાવ થશે. 27 થી 31 ડિસેમ્બરના વચ્ચે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. આના કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે.
હવામાન વિભાગે વધુમાં જણાવ્યું કે 26 ડિસેમ્બર પછી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારતમાં અસર કરશે, જેના કારણે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં ચક્રવાતી પવનોની સ્થિતિ સર્જાઇ શકે છે. આ સાથે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી ભેજવાળા પવનોનું પ્રવાહ વધી શકે છે, જે હિમાલયના વિસ્તારમાં ભારે વરસાદ અને હિમવર્ષા લાવી શકે છે.
આ પણ વાંચો :-