97મા ઓસ્કાર એવોર્ડ્સમાં બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર કેટેગરીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી “લાપતા લેડીઝ” ઓસ્કારની રેસમાંથી બહાર થઈ ગઈ છે. કિરણ રાવના નિર્દેશનમાં બનેલી આ હિન્દી ફિલ્મ એ 15 ફિચર ફિલ્મોની યાદીમાં સામેલ નથી જે અંતિમ પાંચમા સ્થાન મેળવવા માટે સ્પર્ધા કરશે. એકેડમી ઑફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે આજે બુધવારે સવારે આની જાહેરાત કરી હતી.

એકેડમી એવોર્ડસ જે ઓસ્કારના નામે પણ ઓળખાય છે તે ફિલ્મ જગતના સૌથી સર્વોચ્ચ એવોર્ડસ માંથી એક માનવામાં આવે છે, અને દરેક ફિલ્મ મેકરનું સપનું હોય છે તે એવોર્ડને મેળવવાનું. દર વર્ષે ભારતમાંથી અમુક ફિલ્મો ઓસ્કારના નોમિનેશન માટે મોકલવામાં આવે છે. બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીના ટોપ 15 ના લિસ્ટમાંથી ‘લાપતા લેડિઝ’ બહાર નીકળી ગઈ છે. ત્યારે આ વર્ષનો 2025 નો 97 મો એકેડમી એવોર્ડ માર્ચ, 2025 ને રવિવારના રોજ યોજાશે.
ટોપ 15 માંથી ‘લાપતા લેડિઝ’ જે ‘લાપતા લેડીઝ‘ ના નવા નામે નોમિનેટ કરી હતી તે બહાર નીકળી ગઈ છે પરંતુ ભારત તરફથી બ્રિટિશ-ઇન્ડિયન ફિલ્મમેકર સંધ્યા સાગરીની ફિલ્મ ‘સંતોષ’ ટોપ 15 માં શોર્ટ લિસ્ટ થઈ છે, આ લિસ્ટમાં આ ફિલ્મોનો સમાવેશ થાય છે.
- ધ ગર્લ વિથ ધ નીડલ’ (ડેનમાર્ક)
- યુનિવર્સ લેંગ્વેજ’ (કેનેડા)
- એમિલિયા પેરેઝ’ (ફ્રાન્સ)
- આઈ એમ સ્ટિલ હીયર’ (બ્રાઝિલ)
- વેવ્સ’ ( ચેક રિપબ્લિક)
- ધ સીડ ઓફ ધ સેક્રેડ ફિગ’ (જર્મની)
- દાદી કે મરને સે પહલે લાખોં કૈસે કમાયે’ (થાઇલેન્ડ)
- ટચ’ (આઇસલેન્ડ)
- આર્મન્ડ’ (નોર્વે)
- નીકેપ’ (આયર્લેન્ડ)
- ડાહોમી’ (સેનેગલ)
- ફ્રોમ ગ્રાઉન્ડ ઝીરો’ (પેલેસ્ટાઇન)
- ફ્લો’ (લેટવિયા)
- વર્મિગ્લિયો’ (ઇટાલી)
- સંતોષ’ (ઈન્ડિયા)
જ્યારે કિરણ રાવની લાપતા લેડીઝને ઓસ્કાર માટે ઓફિશિયલ એન્ટ્રી તરીકે મોકલવામાં આવી ત્યારે દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત હતા પરંતુ હવે ફિલ્મ પહેલા રાઉન્ડમાંથી જ બહાર થઈ ગઈ હતી. અન્ય સ્પર્ધકો છે “ટચ”, “નીકેપ”, “વર્મીગ્લિઓ”, “ફ્લો”, “આર્મન્ડ”, “ફ્રોમ ગ્રાઉન્ડ ઝીરો”, “ડાહોમી”, અને “હાઉ ટુ મેક મિલિયંસ બિફોર ગ્રેન્ડમા ડાઈસ”. એકેડેમી અનુસાર, 85 દેશો અથવા પ્રદેશોએ એવી ફિલ્મો રજૂ કરી હતી જે 97મા ઓસ્કાર એવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર કેટેગરી માટે લાયક હતી.
આ વર્ષે ઓસ્કાર 2 માર્ચ 2025 ના રોજ લોસ એન્જલસમાં સાંજે 7 વાગ્યાથી શરૂ થશે જેનું લાઈવ પ્રસારણ અમેરિકાની એબીસી ચેનલ પર થશે. ભારતીય સમય મુજબ આ અવોર્ડનું જીવંત પ્રસારણ બીજા દિવસે એટલે કે 3 માર્ચે સવારે 4:30 વાગ્યાથી જોઈ શકાશે. વર્ષ 2024માં ભારત તરફથી ‘ ટુ કિલ અ ટાઈગર’ એકમાત્ર ફિલ્મ હતી જે નોમિનેટ થઈ હતી.
 
								 
		 
		 
		 
		 
		 
		 
		 
		