ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી ઠંડીએ જોર પકડ્યું છે. ઠંડીનું મોજું સમગ્ર ગુજરાત ઉપર ફરી વળ્યું છે. રાજ્યમાં કાતિલ ઠંડીના પગલે લોકો ઠુંઠવાયા છે અને જનજીવન ઉપર અસર પડી રહી છે. ગુજરાતમાં ઠંડીનો પારો સરેરાશ 10 ડિગ્રીની સારપાસ નોંધાઈ રહ્યો છે. નલિયામાં લઘુતમ તાપમાન ઉચકાઈને 7.8 ડિગ્રી સુધી પહોંચ્યું છે. આમ છતાં નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું છે.
હવામાન વિભાગના ડિરેક્ટર એ. કે દાસના જણાવ્યા અનુસાર, રાજકોટ જિલ્લો સૌરાષ્ટ્ર માટે મહત્ત્વનો છે. ત્યાં સામાન્ય રીતે ઠંડીનું પ્રમાણ વધુ રહે છે, પરંતુ કોલ્ડવેવની અસર રહેતી નથી. જોકે, આ વર્ષે રાજકોટ જેવા શહેરમાં પણ સતત બે દિવસ સુધી કોલ્ડવેવની અસર જોવા મળી હતી. છેલ્લાં દસ વર્ષના આંકડાઓ મુજબ પહેલીવાર રાજકોટમાં કોલ્ડવેવની અસર જોવા મળી છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા ડિસેમ્બર મહિનાની આગાહી મુજબ આ વર્ષે લઘુતમ અને મહત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્યથી વધુ નોંધાય તેવી શક્યતા છે. જેમાં 26 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી દરમ્યાન વાતાવરણમાં પલટો આવશે. 26 જાન્યુઆરી બાદ રાજ્યમાં ફરી ઠંડી વધશે. ઉત્તર ગુજરાતનાં અમુક ભાગોનું તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. બંગાળનાં ઉપસાગરમાંથી આવતા ભેજનાં લીધે રાજ્યમાં ઝાપટા પડી શકે છે. 26 જાન્યુઆરી બાદ રાજ્યમાં ફરી ઠંડી વધશે.
ઉત્તર ગુજરાતનાં અમુક ભાગોનું તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. મધ્ય ગુજરાતનાં અમુક ભાગોનું તાપમાન 15 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતનાં વિસ્તારમાં 18 ડિગ્રીથી નીચે તાપમાન રહી શકે છે. ઉત્તરાયણ આસપાસ પશ્ચિમી વિક્ષેપનાં લીધે વાતાવરણ પલટાશે. રાજ્યમાં ભારે પવનો સાથે કમોસમી વરસાદ અને કરા પડવાની સંભાવના છે.
આ પણ વાંચો :-