વન નેશન વન ઈલેક્શન સંબંધિત બિલ મંગળવારે એટલે કે આજે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે.. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ તેને ગૃહમાં રજૂ કરશે. આ બંધારણનું 129મું બિલ છે. કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળ્યા બાદ તેને સંસદમાં ચર્ચા માટે રજૂ કરવામાં આવનાર છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાના સાંસદોને વ્હીપ જારી કરીને સંસદમાં હાજર રહેવા જણાવ્યું છે. બિલ રજૂ કર્યા બાદ સરકાર તેને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવાની ભલામણ કરશે.
હવે બિલ વિશે વિગતવાર વાત કરીએ તો, કેન્દ્ર સરકારનું ધ્યાન દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરાવવા પર છે. અર્જુન રામ મેંઘવાલ લોકસભામાં બંધારણ સંશોધન બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશ સંશોધન બિલ રજૂ કરશે. બંધારણ સુધારા બિલમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવાની જોગવાઈ છે. બીજો દિલ્હી અને અન્ય કેન્દ્રશાસિત પ્રદેશ વિધાનસભાઓ માટે સમાન સુધારા કરવાનો છે.
ભારતનું બંધારણ તેના દરેક નાગરિકને દેશની સરકાર ચૂંટવાનો અધિકાર આપે છે. ભારત એક ડેમોક્રેટિક દેશ છે અને તેમાં અલગ અલગ ચુંટણીના માળખા પ્રવર્તમાન છે. આઝાદી પછી ભારતમાં અત્યાર સુધીમાં કુલ 400 લોકસભા અને વિધાનસભા ચૂંટણી યોજાઇ છે જેમાં ભારતના ઇલેક્શન કમિશનની પારદર્શકતા અને સૈદ્ધાંતિક્તા દેખાય છે. તેમ છતાં ઘણીવાર હજુ વધારે સક્ષમ અને પારદર્શક અને વધુ સારી રીતે કાર્ય થઈ શકે તેવી ચૂંટણી પ્રક્રિયા પર અને માંગ ઊભી થઈ છે ત્યારે વન નેશન વન ઇલેક્શનનો કાયદો ચૂંટણી” ની વિભાવનાને પુનર્જીવિત કરીને ચર્ચાઓને વેગ આપ્યો છે.આ વિચાર, જેને એકસાથે ચૂંટણી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓના ચૂંટણી ચક્રને સમન્વયિત કરવાની રજૂઆત કરે છે.
સૌથી પહેલા વન નેશન વન ઈલેક્શન બિલ પર ચર્ચા કરવા માટે જેપીસીની રચના કરવામાં આવશે. સંયુક્ત સંસદીય સમિતિની રચના વિવિધ રાજકીય પક્ષોના સાંસદોની સંખ્યાના આધારે કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી અત્યારે સૌથી મોટી પાર્ટી છે, તેથી માનવામાં આવે છે કે તે સમિતિની અધ્યક્ષતા પણ કરશે. જેપીસી તમામ રાજકીય પક્ષોનો અભિપ્રાય લેશે અને ગહન ચર્ચા પણ કરશે. આ વિધેયક પર બને તેટલા પક્ષકારો વચ્ચે સર્વસંમતિ સાધવાના પ્રયાસો પણ કરવામાં આવશે.
આ પણ વાંચો :-