અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના ગુદૌરી શહેરમાં એક ભારતીય રેસ્ટોરન્ટમાંથી એક સાથે 12 મૃતદેહો મળી આવ્યા બાદ ભારે ચકચાર મચી છે. આ રેસ્ટોરાંનું નામ ગુડાઉરી સ્કી રિસોર્ટ નામે ઓળખાય છે. મૃતકોમાં 11 વિદેશી જ્યારે અન્ય 1 જ્યોર્જિયન નાગરિકનો સમાવેશ છે.
જ્યોર્જિયાના આંતરિક બાબતોના મંત્રાલયે આ ઘટનાને “બેદરકારીને કારણે જીવ ગુમાવવાના કેસ” તરીકે ગણાવી છે. આ ગુનો જ્યોર્જિયાના ક્રિમિનલ કોડની કલમ 116 હેઠળ દાખલ કરાયો છે. 12 મૃતદેહોમાંથી 11 વ્યક્તિઓ વિદેશી નાગરિકો છે, જ્યારે એક વ્યક્તિ જ્યોર્જિયાનો નાગરિક છે. પ્રાથમિક તપાસમાં મોતનું કારણ લાઇટના અભાવે બંધ રૂમમાં જનરેટરનો ઉપયોગ હોવાનું કહેવાય છે. ઘટના બાદ પહોંચેલા લોકોને બેડની બાજુમાં રાખેલું જનરેટર ચાલુ જોવા મળ્યું હતું.
સ્થાનિક પોલીસ ફોરેન્સિક ટીમ સાથે મળી મોતનો કોયડો ઉકેલવા પ્રયાસ કરી રહી છે. પ્રારંભિક ધોરણે જણાવ્યું હતું કે, રૂમમાં જનરેટર માટે મર્યાદિત જગ્યા હોવાથી કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધ્યું હતું. જેના લીધે રૂમમાં ઝેરી વાયુ પ્રસરતાં મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી રિસોર્ટની સુરક્ષા મુદ્દે સવાલો ઊભા થયા છે. ખાસ કરીને ઓછી જગ્યામાં જનરેટરનો ઉપયોગ જોખમી હોવા છતાં રિસોર્ટમાં જનરેટર લગાવાયા હતા. જ્યોર્જિયાના આંતરિક બાબતોના મંત્રીએ આ કોયડો ઝડપથી ઉકેલવા આદેશ આપ્યા છે.
આ પણ વાંચો :-