Sunday, Sep 14, 2025

ખેડૂતો 16 ડિસેમ્બરે દેશભરમાં ટ્રેક્ટર માર્ચ કરશે: સરવન સિંહ પંઢેરે

2 Min Read

દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતોની બેચને શંભુ બોર્ડર પર રોકી દેવામાં આવી છે. આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઇ હતી. પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. આ દરમિયાન વોટર કેનનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કેટલાક ખેડૂતો ઇજાગ્રસ્ત થયા હોવાના પણ સમાચાર છે. ત્યારબાદ ખેડૂતો પરત જતા રહ્યા હતા.

આ દરમિયાન ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે દેશભરમાં ટ્રેક્ટર માર્ચનું આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે 16 ડિસેમ્બરે પંજાબને છોડીને દેશના બાકીના ભાગોમાં ટ્રેક્ટર માર્ચ થશે. આ પછી પંજાબમાં 18 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ટ્રેનો સંપૂર્ણપણે જામ કરવામાં આવશે.

ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે દેશભરના ખેડૂતો પોતાનો અવાજ ઉઠાવે, જો તેઓ આમ કરશે તો ટિયર ગેસ સહિતની આ તમામ બાબતો બંધ થઈ જશે અને અમને દિલ્હી જવાની મંજૂરી આપવામાં આવશે અને અમારી માંગણીઓ પૂરી કરવામાં આવશે. હરિયાણા પોલીસ જનતાને ગેરમાર્ગે દોરી રહી છે. 100 લોકોનું પગપાળા ચાલવું દેશ માટે જોખમી કેવી રીતે હોઈ શકે?

સુપ્રીમ કોર્ટે શુક્રવારે દલ્લેવાલની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની ડિવિઝન બેંચે કહ્યું કે, ‘દલ્લેવાલને તાત્કાલિક તબીબી સંભાળ આપવી જોઈએ, પરંતુ તેમને ઉપવાસ તોડવા માટે દબાણ ન કરવું. દલ્લેવાલનું જીવન આંદોલન કરતાં વધુ મૂલ્યવાન છે. તેમનું સ્વાસ્થ્ય બગડતું અટકાવવું એ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ.’

હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર પર આજે ત્રીજી વખત ખેડૂતો દિલ્હી માર્ચની તૈયારીમાં છે. 101 ખેડૂતોનું એક જૂથ શંભુથી દિલ્હી તરફ કૂચ કરવા માટે આગળ વધશે, જ્યારે હરિયાણા સરહદ પર પોલીસ અને અર્ધલશ્કરી દળો બેરિકેડ સાથે તૈયાર છે. હરિયાણા પોલીસે ખેડૂતોના દિલ્હી તરફ કૂચ કરવાના બે પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન છોડવામાં આવેલા ટીયર ગેસના શેલને કારણે ઘણા ખેડૂતો ઘાયલ થયા છે.

આ પણ વાંચો :-

Share This Article