તમિલનાડુની ખાનીગ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. હોસ્પિટલમાં લાગેલી આગને કારણે 7 લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં એક બાળક અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. આ અકસ્માત ગુરુવારે મોડી રાત્રે થયો હતો. એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર ખાનગી હોસ્પિટલમાંથી ઓછામાં ઓછા 29 દર્દીઓને ડિંડીગુલ સરકારી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેમના મૃત્યુનું મુખ્ય કારણ ગૂંગળામણ હોવાનું કહેવાય છે.

આગ ગ્રાઉન્ડ ફ્લોર પર રિસેપ્શન એરિયામાં લાગી હતી. આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. આગની જ્વાળાઓ ઝડપથી બીજા માળે ફેલાઈ ગઈ અને ઈમારતને લપેટમાં લઈ લીધી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હોસ્પિટલમાં ગાઢ ધુમાડાને કારણે ગૂંગળામણથી પીડિતોનું મોત થયું હતું. આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમને એક કલાકથી વધુની મહેનત કરવી પડી હતી. તે જ સમયે, અંદર ફસાયેલા લોકોને શોધવા અને મદદ કરવા માટે બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.
ઘટનાની માહિતી મળ્યા બાદ ગ્રામીણ વિકાસ મંત્રી આઈ પેરિયાસામી, પૂર્વ મંત્રી ડિંડીગુલ સી શ્રીનિવાસન, ડિંડીગુલ કલેક્ટર એમએન પૂંગોડી, પોલીસ અધિક્ષક એ. પ્રદીપ અને પલાનીના ધારાસભ્ય આઈપી સેંથિલ કુમાર ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ડિંડીગુલના જિલ્લા કલેક્ટર એમ. એન. પૂંગોડીએ પણ આ ઘટનાની નોંધ લીધી હતી. તેમણે કહ્યું, એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગી હતી. દર્દીઓને નજીકની સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાક જાનહાનિ થઈ શકે છે, પરંતુ અમે ડૉકટરોની પુષ્ટિ પછી જ મૃત્યુની સંખ્યા જાહેર કરીશું.
આ પણ વાંચો :-