Sunday, Sep 14, 2025

રાજ્યમાં પડશે હાડ થીજાવતી ઠંડી, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી આગાહી

2 Min Read

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જેની સીધી અસર ગુજરાત ઉપર વર્તાઈ રહી છે. અત્યારે ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. રાજ્યમાં સરેરાશ તાપમાન 15 ડિગ્રીની નીચે ઉતરી ગયું છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં તો 10 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. નલિયામાં 7 ડિગ્રી નજીક લઘુતમ તપામાન પહોંચી ગયું છે. જ્યારે આજે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં કોલ્ડ વેવની આગાહી પણ હવામાન વિભાગે કરી છે.

ગુજરાતમાં ભારે ઠંડી પડી રહી છે. કડકડતી ઠંડીના પગલે લોકો ઠુંઠવાઈ રહ્યા છે ત્યારે સોમવારે ગુજરાતમાં 7.6 ડિગ્રીથી લઈને 21.7 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. જેમાં 7.6 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. આ ઉપરાંત ડીસામાં 10.6 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 10.3 ડિ્ગરી, મહુવામાં 9.1 ડિગ્રી, વડોદરામાં 11 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું હતુ, પરંતુ હાલમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. આગામી 72 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તોરોમાં કડકડતી ઠંડી પડી શકે છે. આ ઉપરાંત બંગાળની ખાડીમાં લોકેશનને કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવવાની સાથે હળવા વરસાદી ઝાપટાં પડશે. જૂનાગઢ સહિત અન્ય દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે તથા લઘુતમ તાપમાન ઘટતા ઠંડી અનુભવાશે.

ગુજરાતમાં શિયાળાએ પોતાનો અસલી રંગ દેખાડવાનું શરુ કરી દીધું છે. હવામાન વિભાગે પણ આજે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કોલ્ડ વેવની આગાહી કરી છે. અત્યારના દિવસોમાં ગુજરાતમાં ઠંડીનો પારો એકદમ નીચે પહોંચી ગયો છે. આગામી દિવસોમાં ગુજરાતમાં હજી પણ ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ કરી છે.

આ પણ વાંચો :-

Share This Article