રાજધાની દિલ્હીમાં અપરાધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. દિલ્હીના શાહદરામાં દિવસના અજવાળામાં એક વેપારી પર ગોળીબારની ઘટના સામે આવી છે. ડીસીપી શાહદરા પ્રશાંત ગૌતમના જણાવ્યા અનુસાર, ફરશ બજાર પોલીસ સ્ટેશનમાં ફાયરિંગની ઘટના અંગે પીસીઆર કોલ આવ્યો હતો. મૃતકની ઓળખ સુનિલ જૈન તરીકે થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોટરસાઇકલ પર આવેલા બે વ્યક્તિએ ગોળી મારી દીધી હતી. શાહદરાના ડીસીપી પ્રશાંત ગૌતમના જણાવ્યા અનુસાર ક્રાઈમ ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. આ ઘટના બાદ દિલ્હી સરકારે કાયદો અને વ્યવસ્થાના મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.
શાહદરા ડીસીપી પ્રશાંત ગૌતમે કહ્યું છે કે, “સવારે 8:36 વાગ્યે અમને પીસીઆર કોલ મળ્યો કે બાઇક પર બે લોકોએ એક વ્યક્તિને ગોળી મારી અને ભાગી ગયા. ઘટનાસ્થળે પોલીસે જોયું કે સુનીલ જૈન નામના વ્યક્તિને 3-4 ગોળી વાગી હતી. સ્થળ પરથી 5-6 રાઉન્ડ પણ મળી આવ્યા છે. સુનીલ જૈન ક્રોકરીની દુકાન ધરાવતા હતા અને તેમની ઉંમર 52 વર્ષ હતી. પરિવાર કોઈપણ પ્રકારની ધમકીનો ઈન્કાર કરી રહ્યો છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સૌરભ ભારદ્વાજની એક્સ-પોસ્ટ ફરી પોસ્ટ કરતા લખ્યું છે કે, ‘અમિત શાહ જીએ દિલ્હીને બરબાદ કરી દીધું છે. દિલ્હીને જંગલરાજ બનાવ્યું. આસપાસના લોકો આતંકનું જીવન જીવી રહ્યા છે. ભાજપ હવે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રહી નથી. દિલ્હીની જનતાએ એક થઈને પોતાનો અવાજ ઉઠાવવો પડશે.
આ પણ વાંચો :-