સામાન્ય રીતે આ દિવસોમાં ઠંડીનો પારો નીચો ઉતરે છે પરંતુ બુધવારના દિવસે ઠંડીનો પારો અચાનક ઉપર ઉઠ્યો હતો. જેના પગલે રાજ્યમાં આશરે ત્રણ ડિગ્રી જેટલું તાપમાન વધ્યું હતું. જેથી ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો હતો. તાપમાનની વાત કરીએ તો ગુજરાતમાં 15 ડિગ્રીથી લઈને 23.9 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. જ્યારે 15 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ડીસામાં 16 ડિગ્રી, અમરેલીમાં 16.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં તાપમાન વધવાના પગલે અમદાવાદ શહેરમાં પણ તાપમાનનો પારો સતત બીજા દિવસે પણ ઉચકાયો હતો. જેના પગલે શહેરમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું. વહેલી સવારે અને મોડી સાંજ પછી ઠંડીનો ચમકારો અનુભવાય છે પરંતુ બપોરના સમયે ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. અમદાવાદના તાપમાનની વાત કરીએ તો શહેરમાં બુધવારે 19.8 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું. જેમાં સતત બે દિવસથી વધારો નોંધાઈ રહ્યો છે.
ગુજરાતની રાજધાની ગાંધીનગર અને આર્થિક રાજધાની અમદાવાદમાં એકંદરે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. ગુરુવારે દિવસ દરમિયાન અમદાવાદમાં 16.2 ડિગ્રી લઘુતમ તાપમાન અને ગાંધીનગરમાં 16.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. છેલ્લા થોડા દિવસોથી આ બે શહેરોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી.
આ પણ વાંચો :-
 
								 
		 
		 
		 
		 
		 
		 
		 
		