આજે મુંબઈમાં દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના છે. આ સાથે જ એનસીપી પ્રમુખ અજીત પવાર ડેપ્યુટી સીએમ તરીકે શપય લેવાના છે. શિવસેના નેતા એકનાથ શિંદેને લઈને તસવીર હજુ સુધીમાં સ્પષ્ટ થઈ શકી નથી. આજે સાંજે 5.30 વાગ્યે દક્ષિણ મુંબઈના આઝાE મેદાનમાં આ શપથ ગ્રહણ સમારોહ યોજાશે. જેમાં પીએમ મોદી સડિક અનેત કેન્દ્રીય મંત્રીઓના સામેલ થવાની સંભાવના છે.
શપથ ગ્રહણ સમારંભમાં આ મહેમાન સામેલ થશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા
- NDA શાસિત રાજ્યના મુખ્યમંત્રી/ નાયબ મુખ્યમંત્રી
- કેન્દ્રીય મંત્રી
- સાધુ-સંત
- ‘લાડલી બહના’ યોજનાની 1000 લાભાર્થી મહિલાઓ
- ખેડૂત લાભાર્થી
- ઉદ્યોગ,મનોરંજન, શિક્ષણ અને સાહિત્ય જગતની જાણીતી હસ્તીઓ
શપથ ગ્રહણ સમારંભની તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. સુરક્ષાની પુરતી વ્યવસ્થા છે. મહેમાનોની યાદી પણ તૈયાર થઇ ગઇ છે. ફડણવીસના શપથ ગ્રહણ સમારંભમાં PM મોદી સિવાય ‘લાડકી બહેન‘ યોજનાની 1000 લાભાર્થીઓને પણ આમંત્રિત કરવામાં આવી છે.
ભાજપ નેતા પ્રસાદ લાડે આ શપથ ગ્રહણ સમારોહને લઈને કહ્યું કે, આ કાર્યક્રમમાં 42 હજારથી વધુ લોકો સામેલ થવાના છે. પીએમ મોદી, 9-10 કેન્દ્રીય મંત્રીઓ, 19 મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ પણ સામેલ થવાના છે. 40 હજાર ભાજપ સમર્થકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બે હજાર VVIP માટે અલગ બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં અનેક ધર્મગુરુ પણ સામેલ થશે.
આ પણ વાંચો :-