અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર મંગળવારે મોડી રાત્રે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેના પગલે ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કારનું ટાયર ફાટી જતાં ડિવાયડર કૂદાવીને સામે આવતી ટ્રક સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. આ ઉપાંરત બુધવારના દિવસ તારાપુર નજીક વધુ એક અકસ્માત થયો હતો જેમાં લક્ઝરી બસ ટ્રકમાં ઘૂસી હતી. જેમાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
/connect-gujarat/media/media_files/2024/10/20/83J8U7x7avv4C2rNkNEL.jpg)
મળતી માહિતી પ્રમાણે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે નડિયાદ નજીકથી પસાર થાય છે. ખેડા જિલ્લામાં નડિયાદ નજીકના એક્સપ્રેસ હાઈવે પર મંગળવારે મોડી રાત્રે પુરપાટે આવતી કારનુ એકાએક ટાયર ફાટતા અકસ્માત સર્જાયો છે. જેમાં 3 લોકો મોતના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.
અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક ત્રણેય યુવક વડેલા ગામનાં પિતરાઈ ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. આશાસ્પદ યુવકોનાં મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ ઘટનામાં પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો :-
 
								 
		 
		 
		 
		 
		 
		 
		 
		