ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનએ ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારીને ઇતિહાસ રચ્યો હતો. આવું કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ છે. સાથે જ ભારત ચંદ્ર પર માનવરહિત અવકાશયાન લેન્ડ કરનાર વિશ્વનો ચોથો દેશ છે. ચંદ્રયાન-3 પછી ઇસરો આગામી વર્ષોમાં અવકાશ ક્ષેત્રમાં ઘણા મિશન શરૂ કરવા જઈ રહ્યું છે. તેમાં ચંદ્રયાન-4 અને અંતરિક્ષ સ્પેસ સ્ટેશનની સાથે ગગનયાન મિશન પણ છે. ઇસરોના પ્રમુખ એસ સોમનાથે સોમવારે ભારતના ગગનયાન મિશન અંગે સારા સમાચાર આપ્યા છે.
એસ સોમનાથે જણાવ્યું કે ગગનયાન મિશન હેઠળ રોકેટની પ્રથમ માનવરહિત પરીક્ષણ ઉડાન આવતા વર્ષની શરૂઆતમાં શરૂ થઈ જશે. જણાવી દઈએ કે ગગનયાન પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ત્રણ દિવસના મિશન માટે અવકાશયાત્રીઓને પૃથ્વીથી 400 કિલોમીટર ઉપરની ભ્રમણકક્ષામાં મોકલીને ભારતની માનવ અવકાશ ઉડાન ક્ષમતાનું પ્રદર્શન કરવાનો છે. આ પછી, તેમને સુરક્ષિત રીતે સમુદ્રમાં ઉતારીને પૃથ્વી પર પાછા લાવવામાં આવશે. જો 90 અબજ રૂપિયાનો આ સ્વદેશી સ્પેસ પ્રોજેક્ટ સફળ થશે તો ભારત સોવિયત યુનિયન, અમેરિકા અને ચીન પછી અવકાશમાં માનવ મોકલનાર ચોથો દેશ બની જશે.
IIT-ગુવાહાટી ખાતે એક ઈવેન્ટ દરમિયાન મીડિયા સાથે વાત કરતા એસ સોમનાથે કહ્યું, “અમે છેલ્લા ચાર વર્ષથી ગગનયાન પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ. અમારું રોકેટ સંપૂર્ણ રીતે તૈયાર છે. આવતા વર્ષની શરૂઆતમાં પરીક્ષણ શરૂ થશે ” અમે આ વર્ષે ડિસેમ્બરમાં જ અમે તેની શરૂઆત કરવા ઈચ્છતા હતા, પરંતુ તકનીકી મુશ્કેલીઓના કારણે શેડ્યૂલને આગળ ધપાવવામાં આવી રહ્યું છે.”
આ પણ વાંચો :-