Thursday, Oct 23, 2025

પીએમ મોદી આજે ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળશે

1 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે સંસદમાં સાબરમતી ફિલ્મ નિહાળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની તેમની સંસદ ભવનમાં બેઠક ચાલી રહી છે. અગાઉ આ બેઠકમાં નડ્ડા પણ હાજર હતા. બેઠકમાં મહારાષ્ટ્ર સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.

ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ જોવા માટે વડાપ્રધાન મોદી બપોરે 3 વાગ્યે બાલ યોગી ઓડિટોરિયમ પહોંચશે. ત્યારબાદ સંસદના સભ્યો પણ પહોંચશે. આ ફિલ્મનું સ્ક્રિનિંગ સાંજે 4 વાગ્યે શરૂ થશે. ફિલ્મ સાંજે 6.15 કલાકે પૂરી થશે. જોકે, બાદમાં વડાપ્રધાન મોદી ફિલ્મના કલાકારોને મળશે અને સાંજે 6.25 વાગ્યે ડિનર માટે જશે. આ પછી તેઓ સાંજે 7 વાગ્યે રવાના થશે.

વડાપ્રધાન મોદીએ ગોધરા ઘટનાને દર્શાવતી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ‘ની પ્રશંસા કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘સારું છે કે આ સત્ય બહાર આવી રહ્યું છે અને તે પણ એવી રીતે કે જ્યાં સામાન્ય લોકો તેને જોઈ શકે. ખોટી વાર્તા મર્યાદિત સમય માટે જ ચાલી શકે છે. આખરે, સત્ય હંમેશા બહાર આવશે.’

આ પણ વાંચો :-

Share This Article