વિક્રાંત મેસી બોલિવૂડના સૌથી પ્રતિભાશાળી અભિનેતાઓમાંના એક છે. તેણે પોતાના કરિયરમાં અત્યાર સુધી અનેક પ્રકારના રોલ કર્યા છે અને દર્શકોના દિલમાં સ્થાન મેળવ્યું છે. પરંતુ 1 ડિસેમ્બરે વિક્રાંત મેસીએ ઈન્ડસ્ટ્રી છોડવાની જાહેરાત કરી હતી. જ્યારે તેમણે સોશિયલ મીડિયા પર એક્ટિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે તેના ચાહકોને આશ્ચર્ય થયું હતું. વિક્રાંતે આ ચોંકાવનારો નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે તે પોતાની કારકિર્દીમાં સફળતાના શિખરે છે.
વિક્રાંતની આ જાહેરાતથી ચાહકો અને બધાને આશ્ચર્ય થયું છે. ઘણા લોકોએ કોમેન્ટ સેક્શનમાં અભિનેતાના આ નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી, એક યુઝરે લખ્યું, “તમે આવું કેમ કરશો? તમારા જેવો અભિનેતા ભાગ્યે જ કોઈ હશે. અમને કેટલાક સારા સિનેમાની જરૂર છે.” બીજાએ કોમેન્ટ કરી હતી કે, એક મહાન કરિયરને પાછળ છોડતા. જ્યારે ત્રીજાએ લખ્યું હતું કે, “હું આશા રાખું છું કે તે સાચું નથી.”
વિક્રાંત મેસીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું કે, ‘હેલો, છેલ્લા કેટલાક વર્ષો અને ત્યારથી લઈને અત્યાર સુધીનો સમય ઘણો સારો રહ્યો છે. તમારા સમર્થન બદલ હું આપ સૌનો આભાર માનું છું. પરંતુ, જેમ જેમ હું આગળ વધી રહ્યો છું તેમ, મને સમજાઈ રહ્યું છે કે હવે મારી જાતને ફરીથી એકસાથે ખેંચવાનો અને ઘરે પાછા જવાનો સમય આવી ગયો છે. પતિ, પિતા-પુત્ર અને અભિનેતા તરીકે પણ. તેથી, 2025માં આપણે એકબીજાને છેલ્લી વાર મળીશું. જ્યાં સુધી તે યોગ્ય ન લાગે. છેલ્લી 2 ફિલ્મો અને ઘણા વર્ષોની યાદો. આપ સૌનો ફરી આભાર. દરેક વસ્તુ માટે અને કઈંક આપણા વચ્ચે થયું હોય તેના માટે. હું હંમેશા તમારો ઋણી રહીશ.
આ પણ વાંચો :-