મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. 15મી વિધાનસભામાં જનતાએ ફરી મહાયુતિને ચૂંટી કાઢી છે. મહારાષ્ટ્રના એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું પણ આપી દીધું છે. પરંતુ 14મી વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે મધરાતે 12 વાગ્યે પૂરો થશે. હજુ સુધી મહાયુતિએ સરકાર બનાવવાનો દાવો પણ કર્યો નથી. જો નિર્ધારિત સમય મર્યાદામાં દાવો રજૂ કરવામાં નહીં આવે તો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગી જશે. આ અગાઉ વર્ષ 2019માં પણ આવું બન્યું હતું. ચૂંટણી પરિણામો બાદ ભાજપ અને શિવસેના વચ્ચે CM પદને લઈને ઘર્ષણ જોવા મળ્યું હતું.
કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (RPI)ના અધ્યક્ષ રામદાસ આઠવલેએ કહ્યું કે મહારાષ્ટ્ર મામલે ભાજપ હાઈકમાન્ડે નિર્ણય લીધો છે કે દેવેન્દ્ર ફડણવીસને સીએમ બનાવવામાં આવશે. આનાથી એકનાથ શિંદે નારાજ છે. તેમની નારાજગી દૂર કરવી જોઈએ. શિંદેએ તેમના અઢી વર્ષના કાર્યકાળમાં ઘણા કામ કર્યા. લાડલી બહેન યોજનાની મહારાષ્ટ્રમાં ઘણી અસર થઈ છે.
ભાજપ પાસે એટલી બધી બેઠકો (132) છે જે તેઓ સ્વીકારશે નહીં. મને લાગે છે કે એકનાથ શિંદે બે ડગલાં પાછળ હટી જવું જોઈએ. દેવેન્દ્ર ફડણવીસ ચાર પગલાં પાછળ ગયા હતા. શિંદેના નેતૃત્વમાં ફડણવીસ ડેપ્યુટી સીએમ હતા. હવે શિંદે સાહેબને ડેપ્યુટી સીએમ બનવું જોઈએ. જો તેમને આ પસંદ ન હોય તો તેમણે કેન્દ્રમાં મંત્રી બનવા માટે આગળ આવવું જોઈએ. મને લાગે છે કે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ આ અંગે વિચાર કરશે.
વળી, ભાજપને તેનો જવાબ આપતા કહ્યું કે, અમિત શાહની હાજરીમાં મુંબઈમાં બેઠક થઈ હતી. આ બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે, મહાયુતિને જો બહુમત મળી તો મુખ્યમંત્રીનો નિર્ણય ભાજપના સસંદીય બોર્ડ, એનસીપી અને શિવસેનાનું નેતૃત્ત્વ કરશે. હા, ચૂંટણી એકનાથ શિંદેની લીડરશીપમાં લડવામાં આવશે. તેમ છતાં મુખ્યમંત્રીનો નિર્ણય ચૂંટણી બાદ મળીને લેવામાં આવશે. ભાજપ નેતાએ કહ્યું કે, આ પ્રકારે નક્કી કરવામાં આવ્યું હતું કે, બાદમાં નિર્ણય લેવામાં આવશે, પહેલાંથી કંઈ નક્કી નહતું.
આ પણ વાંચો :-