ઝારખંડમાં ભારતીય જનતા પક્ષ અને ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વમાં રચાયેલાં ગઠબંધનો વચ્ચે આરપારનું ચૂંટણી યુદ્ધ થયું છે. ભાજપે રાજ્યની મોટાભાગની બેઠકો પરથી ચૂંટણી લડી અને 10 બેઠકો તેના સાથીપક્ષ ઑલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયનને ફાળવી હતી. જ્યારે ઇન્ડિયા ગઠબંધનના સભ્ય પક્ષો જેએમએમ અને કૉંગ્રેસ ઝારખંડમાં ચૂંટણી લડી રહ્યા છે.
ઝારખંડમાં 24 વર્ષ જૂની પરંપરા તૂટી રહી હોવાનું દેખાઇ રહ્યું છે. હેમંત સોરેન ટ્રેન્ડમાં વાપસી કરી રહ્યા છે. હકીકતમાં ઝારખંડના 24 વર્ષના ઈતિહાસમાં એવું ક્યારેય બન્યું નથી કે કોઈ પાર્ટીએ સતત બીજી વખત સરકાર બનાવી હોય. પણ આ વખતે એવું લાગી રહ્યું છે કે જેએમએમની સરકાર બની શકે.
ઝારખંડમાં ભારે રસાકસી બાદ ફરીથી INDIA બ્લોક ભાજપથી આગળ નીકળી ગયું છે. એક સમયે ભાજપને વધારે બેઠકો પર લીડ હોય એવું લાગી રહ્યું હતું પરંતુ થોડા જ વખતમાં ચિત્ર ફરીથી સ્પષ્ટ થતાં હવે 50 જેટલી બેઠકો પર JMM અને કોંગ્રેસનું ગઠબંધન આગળ છે તો ભાજપ 30 જેટલી બેઠકો પર સરસાઈ ધરાવે છે.
ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે સવારથી મતગણતરી ચાલી રહી છે અને ચૂંટણી પંચે પણ ટ્રેન્ડ અપડેટ કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે અત્યાર સુધી જોવા મળી રહેલા ટ્રેન્ડ મુજબ ઝારખંડના પ્રારંભિક વલણોમાં એનડીએ ગઠબંધનને બહુમતી મળી હતી. એનડીએને 45 અને ઈન્ડિયા એલાયન્સને 33 સીટો મળી રહી હતી. જો કે હવે આંકડામાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. .
આ પણ વાંચો :-