મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો શનિવારે (23 નવેમ્બર) આવશે. પરંતુ તે પહેલા વંચિત બહુજન આઘાડીના વડા પ્રકાશ આંબેડકરે મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં મુખ્ય હરીફાઈ ભાજપ, શિવસેના અને NCPના ગઠબંધન ‘મહાયુતિ’ અને કૉંગ્રેસની મહાવિકાસ અઘાડી, શિવસેના (UBT) અને NCP (શરદ પવાર) વચ્ચે છે. એવામાં હવે વંચિત બહુજન અઘાડી (VBA)ના વડા પ્રકાશ આંબેડકરે પણ જાહેર કર્યું છે તેમની પાર્ટી ક્યા ગઠબંધનને સમર્થન આપશે.
વંચિત બહુજન અઘાડીના વડા પ્રકાશ આંબેડકરે શુક્રવારે X પર પોસ્ટ કર્યું હતું કે, ‘જો અમારી પાર્ટીને ચૂંટણી પરિણામો પછી જરૂરી સંખ્યામાં બેઠક મળશે, તો અમે જે પક્ષ સરકાર બનાવશે તેની સાથે જઈશુ. અમે સત્તામાં રહેવાનું પસંદ કરીશું.’ જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું પરિણામ 23 નવેમ્બર, 2024ના શનિવારના રોજ આવશે.
મોટાભાગના એક્ઝિટ પોલમાં ફરી એકવાર રાજ્યમાં મહાગઠબંધન સરકારની રચનાની આગાહી કરવામાં આવી છે. એક્ઝિટ પોલ અનુસાર મહાયુતિને બહુમતી કરતાં ઘણી વધુ સીટો મળી શકે છે. મહાવિકાસ આઘાડીને આંચકો મળી શકે છે. પોલ ડાયરી, ચાણક્ય, મેટ્રિસ, પીપલ્સ પલ્સ મુજબ મતદારોએ સ્પષ્ટપણે મહાયુતિને મત આપ્યો છે. જ્યાં એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં મહારાષ્ટ્રમાં BJPના ‘મહાયુતિ’ ગઠબંધન માટે મોટી જીતની આગાહી કરવામાં આવી છે,
મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં, વંચિત બહુજન અઘાડી (VBA) એ 200 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા છે. અગાઉ વર્ષ 2019માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં VBAએ 236 બેઠકો પર ચૂંટણી લડી હતી. જોકે, તે પોતાનું ખાતું પણ ખોલાવી શકી નહોતી. પાર્ટી જે બેઠકો પર ચૂંટણી લડી હતી ત્યાં તેની વોટ ટકાવારી 5.5 ટકા હતી.
આ પણ વાંચો :-