Wednesday, Nov 5, 2025

સુરતમાં નકલી હૉસ્પિટલ બાદ હવે નર્સિંગ ઈન્સ્ટિટ્યુટનો પર્દાફાશ!

2 Min Read

સુરતમાં નકલીની ભરમાર ચાલી રહી છે. કોના પર ભરોસો મૂકવો તેવા પ્રશ્નાર્થ વચ્ચે નકલી હોસ્પિટલ બાદ નર્સિંગ ઈન્સ્ટિટ્યુટનો પર્દાફાશ થયો છે. મેડિકલ ઇન્સ્ટિટયુટ પણ બોગસ હોવાનો આક્ષેપ NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે NSUI દ્વારા એક સ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. જેમાં એક શોપિંગ કોમ્પલેક્સની નાની દુકાનમાં આખું ઇન્સ્ટિટ્યૂટ ચલાવવામાં આવતું હતું.

પુણા પાટિયા ખાતે આવેલા લા સીટાડેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં બોગસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહ્યું છે. જીવનદીપ મેડિકલ ઈન્સ્ટિટ્યૂટના નામથી નર્સિંગ સહિતના ૬ કોર્સ ચલાવવામાં આવી રહ્યા હતા. તેમાં GNM, DMLT, DPC, X-RAY, CT-SCANના કોર્સ ચાલતા હતા. વિદ્યાર્થિનીઓને ભણાવીને પરીક્ષા માટે બેંગ્લોર મોકલાતા હતા. વિદ્યાર્થિનીઓએ જ બેંગ્લોર પરીક્ષા આપવા જતી હોવાનું કબૂલાત કરી છે. અહીં વિદ્યાર્થીઓ પાસેથી મોટી ફી લેવાની સાથે ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવતા હતા.

ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટયૂટ નામનું કોઈપણ ઈન્સ્ટિટયૂટ નર્સિંગ કાઉન્સિલમાં નોંધાયેલું નથી. આ એકદમ બોગસ છે. આવા ઇન્સ્ટિટયુટ સામે પગલાં લેવાવા જોઈએ અને પોલીસ કાર્યવાહી થવી જોઈએ

યુથ કોંગ્રેસના મહામંત્રી રવિ પૂછડિયાએ કહ્યું કે, અહીં માત્ર 10 બાય 20ની દુકાન છે. જેમાં એક નાની ઓફિસ બનાવી દેવામાં આવી છે પાછળના ભાગમાં બેંચ ગોઠવી દેવામાં આવી છે. અહીં કરાવવામાં આવતા કોર્સની 80,000 સુધીની ફી છે. અહીં જે અભ્યાસ કરી રહ્યા છે તેમના સર્ટિફિકેટ પણ કોઈ ભરતીમાં માન્ય ન હોય તેવું પણ જાણવા મળ્યું છે. જેથી અહીં વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમય બનાવવામાં આવી રહ્યું હોય તેવું અમને લાગી રહ્યું છે.ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ કહ્યું કે,જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટયૂટ નામનું કોઈપણ ઇન્સ્ટિટયૂટ નર્સિંગ કાઉન્સિલમાં નોંધાયેલું નથી. આ એકદમ બોગસ છે. આવા ઇન્સ્ટિટયૂટ સામે પગલાં લેવાવા જોઈએ અને પોલીસ કાર્યવાહી થવી જોઈએ.

આ પણ વાંચો :-

Share This Article