Sunday, Dec 28, 2025

ગુજરાતમાં કડકડતી ઠંડીની શરુઆત, જાણો આજે ક્યાં કેટલું તાપમાન

2 Min Read

ગુજરાતમાં હવે લોકો કડકડતી ઠંડી માટે તૈયાર થઈ જાવ કારણ કે હવે કડકડતી ઠંડી પડવાની શરુઆત થઈ ગઈ છે. ગુજરાતમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આગામી દિવસોમાં ઠંડીનો પારો હજી પણ ગગડવાનું હવામાન વિભાગનું અનુમાન છે. નલિયામાં લઘુતમ તપામાન 14.1 ડિગ્રી સુધી નીચું જતું રહ્યું છે.

ગુજરાતમાં ઠંડી માટે જાણિતું નલિયા અત્યારે ઠંડુગાર બની ગયું છે. અહીં તાપમાન ગગડીને 14 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જેના પગલે ઠંડીનો ચમકારો વધી ગયો છે. ગુજરાતમાં તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં 14.1 ડિગ્રીથી લઈને 24.6 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તપામાન નોંધાયું હતું. 14.1 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. જ્યારે ઓખામાં 24.6 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું.

આજે ગુરુવારના દિવસે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. શિયાળુ પાકનું વાવેતર કરી શકાય તે પ્રકારનું વાતાવરણ થઈ ગયો છે. હાડ થીજવી દે તેવી ઠંડી 25 નવેમ્બર સુધી આવે તેવી કોઈ સંભાવના જોવા મળતી નથી. 21 નવેમ્બર પછી દિવસનું તાપમાન હજુ નીચું આવશે. પરંતુ કોલ્ડ વેવની સંભાવના નથી. 25થી 30 નવેમ્બર વચ્ચે અમુક વિસ્તારમાં વાદળા જોવા મળે તેવી સંભાવના છે. પવનની વાત કરીએ તો હાલ ઉત્તર પૂર્વના પવનો છે. સૂકા ભૂરના પવન માટે હજુ 10 દિવસ રાહ જોવી પડશે.

ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં બરફ પડવાના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં હજી પણ વધારે ઠંડી પડશે. અત્યારે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં 18-20 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. અને 14 ડિગ્રી સુધી સૌથી નીચું તાપમાન નોંધાયું છે. હવે ધીમે ધીમે ઠંડીનો પારો ગગડશે અને કડકડતી ઠંડી પડશે.

આ પણ વાંચો :-

Share This Article