રાજસ્થાન સરકારે પણ આજે બુધવારે ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ‘ને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ વિશે માહિતી આપતાં મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ લખ્યું કે, ‘અમારી સરકારે રાજસ્થાનમાં ફિલ્મ “ધ સાબરમતી રિપોર્ટ”ને કરમુક્ત કરવાનો અર્થપૂર્ણ નિર્ણય લીધો છે. આ ફિલ્મ ઈતિહાસના તે ભયાનક સમયગાળાને વાસ્તવિક રીતે દર્શાવે છે, જેને કેટલાક સ્વાર્થી તત્વોએ પોતાના હિતોને પૂર્ણ કરવા માટે વિકૃત કરવાનો દૂષિત પ્રયાસ કર્યો હતો. આ ફિલ્મ તત્કાલિન તંત્રની વાસ્તવિકતાને અસરકારક રીતે ઉજાગર કરે છે એટલું જ નહીં, તે સમયના ભ્રામક અને ખોટા પ્રચારનું પણ ખંડન કરે છે.
CM ભજનલાલ શર્માએ પોતાની ફેસબુક પોસ્ટમાં કહ્યું કે, ‘આ દુર્ભાગ્યપૂર્ણ અને હૃદયદ્રાવક ઘટનાને ફિલ્મમાં અત્યંત સંવેદનશીલતા સાથે રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મ જોવી જ જોઈએ કારણ કે ભૂતકાળનો ઊંડો અને વિવેચનાત્મક અભ્યાસ જ આપણને વર્તમાનને સમજવામાં અને ભવિષ્ય માટે માર્ગદર્શન પૂરું પાડવામાં મદદ કરી શકે છે. મહત્ત્વપૂર્ણ છે કે, આ પહેલા ભારતીય જનતા પાર્ટી શાસિત અન્ય ઘણા રાજ્યોએ આ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી છે. આ પહેલા છત્તીસગઢ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓએ પણ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી.
ગઈ કાલે મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની પ્રશંસા કરી હતી અને તેમણે ઈતિહાસનું એક અંધકારમય પ્રકરણ સમજવાનું માધ્યમ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, “આ ફિલ્મ સત્યને ઉજાગર કરે છે. રાજનીતિ તેની જગ્યા એ છે, પરંતુ મતોની રાજનીતિ માટે આટલી ગંદી રમત રમવી અત્યંત શરમજનક હતી અને આ મુશ્કેલ સમયમાં ધીરજ રાખીને ગુજરાત અને દેશનું સન્માન બચાવ્યું.
આ પણ વાંચો :-