Friday, Oct 24, 2025

ડૉ. કુરિયનના વારસાને પ્રોત્સાહિત કરવા અમૂલની ક્લીન ફ્યુઅલ બાઇક રેલી સુરત પહોંચી

3 Min Read

ભારતના શ્વેતક્રાંતિના પ્રણેતા ડૉ વર્ગીસ કુરિયનની જન્મજયંતિ છે, જેને નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવાય છે. સરદાર વલ્લભભાઇ પટેલ દ્વારા પ્રેરિત ડેરી સહકારી ચળવળને કારણે 1946માં અમૂલની રચના થઇ, જે સમગ્ર દેશમાં ફેલાઇ, પરિણામે ભારત વિશ્વમાં દૂધના સૌથી મોટા ઉત્પાદક તરીકે ઉભરી આવ્યું.

અમૂલ, દૂધ ક્રાંતિમાં તેની અગ્રણી ભૂમિકા સાથે, હવે ગાયના છાણમાંથી બળતણ ઉત્પન્ન કરવા માટે તેના BioCNG પ્રોજેક્ટ સાથે પરિવર્તિત અર્થતંત્ર સાથે ચેમ્પિયન બનાવા જઇ રહ્યું છે. આ પહેલ ખેડૂતોને માત્ર વધારાની આવકનો સ્ત્રોત જ નથી પૂરો પાડતો, પરંતુ સ્વચ્છ ઇંધણ અને કાર્બનિક ખાતર પણ પ્રદાન કરે છે, જેનાથી ફોઝિલ ફ્યુલ પરની નિર્ભરતા ઘટી છે, અને સ્વચ્છ વાતાવરણમાં યોગદાન વધ્યું છે. છાણની પ્રક્રિયા માટે મલ્ટિપલ BioCNG પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે, જેનો હેતુ કૃષિ અને ઉર્જા બંને ક્ષેત્રો પર હકારાત્મક અને ટીકાઉ અસર લાવવાનો છે.

સ્વચ્છ ઇંધણ વિશે જાગૃતિ ફેલાવવા માટે, અમૂલે નેશનલ મિલ્ક ડેની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભારતમાં ચાર મેગા ક્લીન ફ્યુઅલ રેલીઓની શ્રેણીનું આયોજન કર્યું છે. મારુતિ સુઝુકી અને બજાજ ઓટો દ્વારા સંચાલિત રેલીઓનો હેતુ ભારતની ડેરી સહકારી સંસ્થાઓના વારસાને સન્માનિત કરતી વખતે પરિવર્તિત અર્થતંત્ર અંગે જાગૃતિ લાવવાનો છે.

પુણેથી શરૂ થયેલ બાઇક રેલી, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના રાજ્યોમાં 2000 કિલોમીટરથી વધુની મુસાફરી કરીને દિલ્હી ખાતે સમાપ્ત થશે, જ્યાં ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલય 26મી નવેમ્બરે નેશનલ મિલ્ક ડેની ઉજવણી કરશે. આ ઇવેન્ટ ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ (ICA) દ્વારા વર્ષ 2025ને ‘ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ’ તરીકે સત્તાવાર રીતે જાહેર કરવા માટે આયોજિત ઇવેન્ટ સાથે પણ સુસંગત છે. કોન્ફરન્સની થીમ, “કોઓપરેટિવ બિલ્ડ પ્રોસ્પરીટી ફોર ઓલ” છે, જેમાં વૈશ્વિક નેતાઓ, શિક્ષણવિદો અને પ્રેક્ટિશનરો હાજરી આપશે. 26મી નવેમ્બરે નવી દિલ્હીના ભારત મંડપમમાં ICA ગ્લોબલ કોન્ફરન્સમાં અમૂલની રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ “મંથન”ના સ્પેશિયલ સ્ક્રીનિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

સુમુલ યુનિયનના જનરલ મેનેજર શ્રી ભૂપેશ પરીખ દ્વારા રેલીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રીમાન પરીખે ભારતના ડેરીક્ષેત્રમાં ક્રાંતિ લાવવામાં ડો. વર્ગીસ કુરિયનના યોગદાનની વાત કરી અને તેમના દૂરંદેશી નેતૃત્વની પ્રસંશા કરી હતી. તેમણે સ્થાયીતા, સ્વચ્છ ઉર્જા અને સહકારીના વારસાને પ્રોત્સાહન આપવા અમૂલની પ્રતિબદ્ધતા સાથે ડેરી ક્ષેત્રમાં ડૉ. કુરિયનના યોગદાનનો સંદેશ ફેલાવવા માટે બાઇક પર પૂણેથી દિલ્હી સુધીનું લાંબુ અંતર કાપનારા રાઇડર્સના નિર્ધાર અને ઉત્સાહની પ્રશંસા કરી.

આ પણ વાંચો :-

Share This Article