છત્તીસગઢના બસ્તરમાં સુરક્ષા દળોએ પાંચ માઓવાદીઓને ઠાર કર્યા હતા. આ અથડામણમાં બે જવાન પણ ઘાયલ થયા હતા. સુરક્ષા દળો અને માઓવાદીઓની વચ્ચે અથડામણ બસ્તર જિલ્લાના અબૂઝમાડનાં જંગલોમાં થઈ હતી. આ વિસ્તાર છત્તીસગઢના બસ્તર સંભાગના કાંકેર-નારાયણપુર જિલ્લાની સરહદની બાજુમાં છે.

આ અથડામણ સ્થળે સુરક્ષા કર્મચારીઓએ પાંચ હથિયાર અને વિસ્ફોટક જપ્ત કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે માઓવાદી હુમલામાં બે DRG જવાન પણ ઘાયલ થયા છે. આ ઘાયલ જવાનોને રાયપુર લઈ જવામાં આવ્યા હતા. બસ્તર રેન્જના પોલીસ અધિકારી પી. સુંદરરાજે જણાવ્યું હતું કે જંગલોમાં અથડામણ જારી છે અને થોડી-થોડી વારે ગોળીબાર થતો રહે છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે નારાયણપુર અને કાંકેર જિલ્લાની સરહદ પર સ્થિત અબુઝમાદ વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. તેમણે કહ્યું કે, ઉત્તર અબુઝમાદ વિસ્તારમાં નક્સલવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોની એક સંયુક્ત ટીમને નક્સલ વિરોધી અભિયાન પર મોકલવામાં આવી છે. આ ટીમમાં DRG, STF અને BSF ના જવાનો સામેલ છે.
તમને જણાવી દઈએ કે, શુક્રવારે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ છત્તીસગઢમાં નક્સલવાદને ખતમ કરવાની સમયમર્યાદા આપી હતી. તેમણે કહ્યું કે, PM નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર 31 માર્ચ, 2026 સુધીમાં છત્તીસગઢમાંથી નક્સલવાદને ખતમ કરી દેશે. વાસ્તવમાં અમિત શાહ મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે આ વાત કહી હતી. અમિત શાહે કહ્યું, “મોદીજીએ દેશને આતંકવાદ અને નક્સલવાદથી મુક્ત કરવાનું કામ કર્યું છે.
આ પણ વાંચો :-