Sunday, Sep 14, 2025

સુખબીર સિંહ બાદલે શિરોમણી અકાલી દળના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

2 Min Read

શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે અધ્યક્ષ પદેથી રાજીનામું ધરી દીધું છે. પાર્ટીની વર્કિંગ કમિટીને રાજીનામું આપ્યું છે. બાદલે પોતાના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરવા અને સમગ્ર કાર્યકાળ દરમિયાન દિલથી સમર્થન અને સહયોગ આપવા માટે તમામ પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો છે.

સુખબીર સિંહ બાદલે અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું | chitralekha

શિરોમણી અકાલી દળના નેતા દલજીત સિંહ ચીમાએ કહ્યું કે, શિઅદ અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે નવા અધ્યક્ષની ચૂંટણી યોજવા માટે આજે પાર્ટીની કાર્યસમિતિને પોતાનું રાજીનામું સોંપી દીધું. તેમણે પોતાના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરવા અને સમગ્ર કાર્યકાળ દરમિયાન દિલથી સમર્થન અને સહયોગ આપવા માટે તમામ પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓનો આભાર માન્યો.

ડૉ. દલજીત ચીમાએ કહ્યું કે SAD કાર્યકારી સમિતિના પ્રમુખ બલવિંદર સિંહ ભૂંડરે 18 નવેમ્બરે ચંદીગઢમાં પાર્ટીના મુખ્યાલયમાં બપોરે 12 વાગ્યે પાર્ટી વર્કિંગ કમિટીની ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ સમિતિ સુખબીર સિંહ બાદલ દ્વારા આપવામાં આવેલા રાજીનામા પર વિચારણા કરશે અને આગળની કાર્યવાહી નક્કી કરશે. તમને જણાવી દઈએ કે SAD પ્રમુખ, પદાધિકારીઓ અને કાર્યકારી સમિતિની ચૂંટણી 14 ડિસેમ્બરે યોજાવાની છે, જ્યારે વર્તમાન ગૃહનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે સુખબીર સિંહ બાદલ વર્ષ 2008માં SADના અધ્યક્ષ બન્યા હતા. અગાઉ તેમના પિતા પ્રકાશ સિંહ બાદલે પાર્ટીની કમાન સંભાળી હતી. પંજાબની 4 વિધાનસભા સીટો પર 20 નવેમ્બરે મતદાન થશે. આ પહેલા તેમણે પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે કોણ બનશે SAD ના પ્રમુખ? તે આવનારા સમયમાં ખબર પડશે.

આ પણ વાંચો :-

Share This Article