દેશમાં સરકાર દ્વારા છોકરીઓના શિક્ષણ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. ત્યારે હવે દિકરીઓ માટે વ્યક્તિગત સ્તરે પણ નેતાઓ દ્વારા મોટા પગલા લેવામાં આવી રહ્યા છે. બિહારના યુવા લોકસભા સાંસદ શાંભવી ચૌધરીએ આવું જ પગલું ભર્યું છે.
શાંભવી ચૌધરી કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની આગેવાની હેઠળની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના સાંસદ છે. તે બિહારની સમસ્તીપુર લોકસભા સીટનું પ્રતિનિધિત્વ કરી રહી છે. લોકસભા ચૂંટણી 2024 દરમિયાન પીએમ મોદીએ પણ શાંભવી ચૌધરીના વખાણ કર્યા હતા. તેમણે શાંભવીને એનડીએની સૌથી યુવા ઉમેદવાર ગણાવી હતી.
શાંભવી ચૌધરીએ કહ્યું છે કે મારા 5 વર્ષના પગારનો ઉપયોગ ‘પઢેગા સમસ્તીપુર તો બઢેગા સમસ્તીપુર’ નામના અભિયાનમાં કરવામાં આવશે. પાંચ વર્ષ દરમિયાન મને પગાર તરીકે જે પૈસા મળશે તે આર્થિક સંકડામણના કારણે અભ્યાસ છોડી દેતી છોકરીઓને મદદ કરવાના હેતુથી શરૂ કરાયેલા કાર્યક્રમમાં ખર્ચવામાં આવશે.
શાંભવી ચૌધરીએ કહ્યું કે જ્યારે હું આવી હત તો મને દીકરીના રૂપે સ્વીકારી લીધી છે. મને સારા એવા આશીર્વાદ પણ આપ્યા હતા. મોદી જીનાં નેતૃત્વ પર સમસ્તીપુરની જનતા વિશ્વાસ કરે છે. આની સાથે જ મુખ્યમંત્રી નીતીશ કુમારના નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હું ભાગ્યશાળી છું કે હું સૌથી યુવા સાંસદ બની ગઈ છું. અમે આટલા મોટા મતોથી જીત્યા છીએ, તેનાથી પણ વધુ ખુશીની વાત છે કે અમને સમસ્તીપુરની ભૂમિમાંથી આ સૌભાગ્ય મળ્યું છે જ્યાંથી જનનાયક કર્પૂરી ઠાકુર જી આવે છે. અમે અહીંના લોકોને અમારી પાસેથી આશાઓ અને અપેક્ષાઓનું સન્માન કરવા માટે કામ કરીશું.
આ પણ વાંચો :-