એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ કથિત વોટ જેહાદ કેસ હેઠળ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 24 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ મામલો મુખ્યત્વે નકલી દસ્તાવેજો અને નકલી કેવાયસી દ્વારા મોટા પાયે બેંક ખાતા ખોલવા સાથે સંબંધિત છે. ED સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડા ખાસ કરીને નાણાકીય છેતરપિંડી અને મોટી સંખ્યામાં બેંક ખાતાઓ ગેરકાયદે ખોલવાના મામલામાં પાડવામાં આવી રહ્યા છે.
તપાસ એજન્સીએ 14 નવેમ્બર ગુરુવારના દિવસે સવારે લગભગ 6:00 વાગ્યાથી ગુજરાતના અમદાવાદમાં 13 સ્થળોએ, સુરતમાં 3 સ્થળોએ, મહારાષ્ટ્રના માલેગાંવ અને નાસિકમાં 2 સ્થળોએ તેમજ મુંબઈમાં પાંચ સ્થળોએ સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરી છે. સર્ચ ઓપરેશન દરમિયાન ઘણા હવાલા વેપારીઓના સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. તપાસ એજન્સીના વરિષ્ઠ સૂત્રોએ જણાવ્યું કે, આ મામલે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, ગુજરાત, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર સાથે કનેક્શન છે. જેની તપાસ કરવામાં આવી રહી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) માલેગાંવ સ્થિત એક વેપારી સામે મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે ગુજરાત અને મહારાષ્ટ્રમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા, ત્યારે તેને 100 કરોડથી વધુના વ્યવહારો કરવા માટે વિવિધ લોકોના બેંક ખાતાનો કથિત રીતે દુરુપયોગ કર્યો હતો.
EDની તપાસમાં સામે આવ્યું છે કે, નકલી દસ્તાવેજો અને નકલી KYC દ્વારા કથિત રીતે અનેક બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આ ખાતાઓનો ઉપયોગ વોટ જેહાદના હેતુ માટે કરવામાં આવ્યો હતો અને ચૂંટણીમાં છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આ મામલે બેંકિંગ સિસ્ટમનો દુરુપયોગ કરીને જનપ્રતિનિધિત્વ અને લોકશાહી પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :-