Saturday, Nov 1, 2025

ગિરનારની લીલી પરિક્રમામાં બે દિવસમાં હાર્ટ એટેકથી નવનાં મોત

3 Min Read

જૂનાગઢમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત્ પ્રારંભ ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી થયો છે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં ભાવિકોએ વહેલા આવી પહોંચ્યા હતા. પરિણામે સોમવારની સવારે જ જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગે વહેલી પરિક્રમા કરવા માટે ઇંટવા ગેટને ખુલ્લો મૂક્યો હતો. બાદમાં જય ગિરનારીના નાદ સાથે ભાવિકોએ લીલી પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. તારીખ 11 અને 12 એમ 2 દિવસમાં પરિક્રમાના અલગ અલગ રૂટ પર 9 આધેડ વયના લોકોનાં હાર્ટ-એટેકથી મોત થયાં હોવાનું સામે આવ્યું છે.

Girnar Lili Parikrama : જૂનાગઢમાં લીલી પરિક્રમા શરૂ થાય તે પહેલા જ લાખો લોકોએ કરી પૂર્ણ - YouTube

જુનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન છેલ્લા બે દિવસમાં હાર્ટ એટેકના કારણે થઇને નવ લોકોના મોત થયા છે. છાતીમાં થતો દુખાવો આ પરિક્રમાર્થીઓ માટે જીવલેણ સાબિત થઇ રહ્યો છે. મૃત્યુ પામનાર તમામ નવ પરિક્રમાર્થીઓ પુરૂષો છે. ફક્ત 2 દિવસમાં 9 પરિક્રમાર્થીઓના મોતની લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવિકોને પરિક્રમાના રૂટ પર થતો છાતીમાં દુઃખાવો જીવલેણ સાબિત થયો છે.

જૂનાગઢમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત્ પ્રારંભ ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી થયો છે. જોકે, પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં ભાવિકોએ વહેલા આવી પહોંચ્યા હતા. પરિણામે સોમવારની સવારે જ જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગે વહેલી પરિક્રમા કરવા માટે ઇંટવા ગેઇટને ખુલ્લો મૂક્યો હતો. બાદમાં જય ગિરનારીના નાદ સાથે ભાવિકોએ લીલી પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. જોકે, આ પરિક્રમા દરમિયાન માત્ર બે દિવસમાં જ નવ ભાવિકોના હાર્ટ એટેકથી મોત થયાં છે.

જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના જણાવ્યા પ્રમાણે 6 મૃતદેહોને સિવિલ હોસ્પિટલ અને 1 મૃતદેહને ભેંસાણ સીએચસી ખાતે ખસેડવામાં આવેલ છે. જેમાં 11 નવેમ્બરના રોજ 4 ભાવિકોના મૃત્યુ થયા હતા અને 12 નવેમ્બરના રોજ વધુ 3 ભાવિકો મૃત્યુ પામ્યા હતા. આ તમામ મૃતકોની ઉંમર 50થી 70 વર્ષની હોવાની જાણવા મળેલ છે. લોકો પણ પરિક્રમા કરવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે.

ગિરનારની ૩6 કિલોમીટરની લીલી પરીક્રમાનો ઇન્દ્રેશ્વરભારતી બાપુ ગેઇટ, દૂધેશ્વર મહાદેવ મંદિર પાસે વિધિવત પૂજન કરીને પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો. ભાવિકોના ઘસારાને ધ્યાને રાખીને સોમવારે વહેલી સવારે 6 કલાકે પરિક્રમાનો ગેટ ખોલી નખાયો હતો. અને રાતના 8 વાગ્યા સુધીના 20 કલાક દરમિયાન સાતેક લાખ ભાવિકોએ વિધિવત આરંભ પૂર્વે પ્રવેશ કર્યો હતો, જે પૈકીના ચાર લાખ ભાવિકો હાલ તળેટીથી લઈને પરીક્રમાના રૂટ ઉપર છે, જયારે બાકીના ત્રણેક લાખ ભાવિકોએ નળપાણીની ઘોડી વટાવી દીધી છે.

આ પણ વાંચો :-

Share This Article