મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન નેતાઓની બેગ ચેક કરવાનો મુદ્દો ભારે ચર્ચાસ્પદ છે. શિવસેના UBT ચીફ ઉદ્ધવ ઠાકરેએ વાંધો ઉઠાવ્યા પછી, ભારતીય જનતા પાર્ટીએ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમની બેગ તપાસવામાં આવી રહી છે. તાજેતરમાં જ ચૂંટણી અધિકારીઓ દ્વારા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની બેગની પણ તપાસ કરવામાં આવી હતી.
જોકે, હવે લાતૂરમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ગડકરીની હેલિકોપ્ટરમાં રાખવામાં આવેલી બેગની પણ તપાસ કરવામાં આવી છે. આ પહેલાં પણ ઉદ્ધવ ઠાકરેની બેગની તપાસને ચૂંટણી પંચે એસઓપીનો ભાગ જણાવ્યો હતો. ઠાકરેની બેગની બે વાર તપાસ કરાયા બાદ આ વિવાદ ઉભો થયો છે. પૂર્વ મુખ્યમંત્રીએ આ કાર્યવાહીને વિધાનસભા ચૂંટણી પહેલાં વિપક્ષને પરેશાન કરવાની બિનજરૂરી કાર્યવાહી જણાવી.
મહારાષ્ટ્ર ભાજપે કહ્યું કે, ‘જવા દો, કેટલાક લોકોને દેખાડો કરવાની આદત છે. જુઓ આ વીડિયો, 7 નવેમ્બરે યવતમાલ જિલ્લામાં અમારા નેતા દેવેન્દ્ર ફડણવીસની બેગની તપાસ કરવામાં આવી હતી, પરંતુ તેમણે કોઈ વીડિયો બનાવ્યો નહીં. આ પહેલા 5 નવેમ્બરના રોજ કોલ્હાપુર એરપોર્ટ પર દેવેન્દ્ર ફડણવીસની બેગની તપાસ કરવામાં આવી હતી. બંધારણને માત્ર દેખાડો કરવા માટે અપનાવવામાં આવતું નથી, તેનું પાલન કરવું પણ જરૂરી છે. અમે માત્ર વિનંતી કરીએ છીએ કે, દરેકને બંધારણની જાણકારી હોવી જોઈએ.”
શિવસેના (UBT) આ મામલે પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો. આ વીડિયોમાં તેઓ ચૂંટણી અધિકારીઓને પૂછે છે કે, વારંવાર બેગની તપાસની જરૂર કેમ પડી? વીડિયોમાં અધિકારીઓના અનેક નામ, પદ અને નુયક્તિ પત્ર માગીને પૂછે છે કે, હજુ સુધી તમે કેટલા લોકોની તપાસ કરી?
આ પણ વાંચો :-