જમ્મુ કાશ્મીર વિધાનસભામાં ગુરૂવારે જોરદાર બબાલ થઇ. વિધાનસભામાં પક્ષ અને વિપક્ષના ધારસભ્યો સામ-સામે બાખડી પડ્યા હતા. આ હોબાળો કલમ 370 ની વાપસીના પ્રસ્તાવ મુદ્દે થયો હતો. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં નવી ઓમર અબ્દુલ્લાહની સરકારે કલમ 370ની વાપસી માટે પ્રસ્તાવ પાસ કરી દીધો છે. જેના પગલે ભાજપના નેતાઓ જોરદાર રીતે તેનો વિરોધ કરી રહ્યા છે.
ઈરાન હાફિઝ લોને જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં બેનર બતાવ્યું હતું. ઈરફાન હાફિઝ લોન અને બીજેપી સભ્યો વચ્ચે મારામારીને પગલે ગૃહની કાર્યવાહી 15 મિનિટ માટે સ્થગિત કરવામાં આવી હતી. ભાજપે સુરક્ષા પર અવાજ ઉઠાવ્યો કે આવી ચીજોને કેવી રીતે મંજૂરી આપવામાં આવે છે. આ મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષના ધારાસભ્યો આમને સામને આવી ગયા હતા અને ધારાસભ્યો વચ્ચે છૂટા હાથની મારામારી થઇ હતી.
તમને જણાવી દઇએ કે અહમદ શેખ લંગેટ વિધાનસભા સીટ પરથી અવામી ઇત્તેહાદ પાર્ટીના ધારાસભ્ય છે. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) એ આર્ટિકલ 370 અને 35 A ને ફરીથી બહાલ કરવા માટે જમ્મૂ કાશ્મીર વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
આ પણ વાંચો :-