સુરત : 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી વડતાલ સ્વામિ નારાયણ મંદિરમાં દ્વિશતાબ્દી મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ મહોત્સવ દરમિયાન સવારે 8.30 થી 12 વાગ્યા સુધી કુંડળધામના સ્વામી જ્ઞાનજીવનદાસજીની શ્રીજી પ્રસાદી માહાત્મ્ય કથા અને સાંજે 3.30 થી 7.30 દરમિયાન સરધારધામના સ્વામી નિત્યસ્વરૂપદાસજીની શ્રીમદ સત્સંગિજીવન કથાનું પણ આયોજન કર્યું છે.
વડતાલના સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ 7 મીથી 15 મી નવેમ્બર દરમ્યાન વડતાલ ખાતે ઉજવવામાં આવશે. 7 મી ગુરૂવારે સવારે 8 કલાકે વલેટવા ચોકડીથી મહોત્સવ પરિસર સુધી વિશાળ પોથીયાત્રા યોજાશે. જેમાં આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન સહિત સંપ્રદાયના વડીલ સંતો-પાર્ષદો તેમજ હરિભક્તો મોટી સંખ્યામાં જોડાશે. આ પોથીયાત્રા કળશયાત્રા સવારે 10 કલાકે વડતાલ સભામંડપ ખાતે પધારશે. આ પ્રસંગે 200 ભુદેવો વિદ્યાર્થીઓ દ્વારા શંખનાદ કરવામાં આવશે. સવારે 11 કલાકે દીપ પ્રાગટ્ય સાથે મહોત્સવનું ઉદ્ઘાટન થશે. સવારે 11:45 કલાકે ઠાકોરજી, પોથીજી, આચાર્યશ્રી તથા કથાના બંન્ને વક્તાઓનું યજમાન પરિવાર ધ્વારા પૂજન કરવામાં આવશે.
લક્ષ્મીનારાયણ દેવીના દ્વીશતાબ્દી મહોત્સવમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં 8 મીએ સવારે 08 કલાકે જનમંગલ અનુષ્ઠાન પ્રારંભ અને સાંજે 5:30 કલાકે ઘનશ્યામ પ્રાગટ્યોત્સવ યોજાશે. 9 મીએ સવારે 5:30 કલાકે સર્વશાખા વેદ પારાયણનો પ્રારંભ નંદસંતોની ધર્મશાળા ખાતે થશે. બપોરે 12 થી 3 દરમ્યાન મહિલા મંચ યોજાશે. સાંજે 5 કલાકે શ્રી સુક્તમ (જપાત્મક) અનુષ્ઠાનની પૂર્ણાહુતિ મંદિર પરિસર ખાતે યોજાશે.
- 10 મીએ સવારે 8 કલાકે સુક્તમ અનુષ્ઠાનહોમાત્મક યજ્ઞનો પ્રારંભ અને સવારે 10 કલાકે અલૌકિક અક્ષરભવન 108 કુમ્ભી શીલા પૂજન મંદિર પરિસર ખાતે થશે.
- 11 મીએ સાંજે 4 કલાકે વડતાલ આગમન ઉત્સવ અને સાંજે 5:30 કલાકે જેતપુર શ્રીહરિ ગાદી પટ્ટાભિષેક મહોત્સવ પરિસર ખાતે રાખેલ છે.
- 12 મીએ સવારે 7થી 10 દરમ્યાન અક્ષરમૂર્તિ શ્રી ગોપાળાનંદ સ્વામીના આસને સંત દીક્ષા. જ્યારે સવારે 9 થી 12 દરમ્યાન મંદિર પરિસરમાં સૂકામેવાનો અન્નકુટ ભરવામાં આવશે. બપોરે 3:30 થી 7:30 કલાક દરમિયાન મંદિર પરિસરમાં હાટડી ભરવામાં આવશે. સાંજે 4 કલાકે વડતાલ ગોમતીજી બેન્ડવાજા, ડી.જે.ના તાલે ગોમતીજી સુધી જળયાત્રા નીકળશે. સાંજે 4 કલાકે સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્યોત્સવ મહોત્સવ પરિસર ખાતે યોજાશે.
- 13 મીએ સવારે 6 કલાકે શ્રી લક્ષ્મીનારાયણ દેવ સહિત મંદિરમાં બિરાજતા દેવોનો પાટોત્સવ અભિષેક યોજાશે. સવારે 10:30 કલાકે વંઢામાં નૂતન સંત નિવાસનું ઉદ્ઘાટન આચાર્ય મહારાજના હસ્તે કરવામાં આવશે. સવારે 10 કલાકે વડતાલ મંદિરમાં અન્નકુટ દર્શન, સાંજે 5:30 કલાકે વડતાલ પુષ્પદોલોત્સવ મહોત્સવ પરિસરમાં યોજાશે. સાંજે 7 કલાકે સર્વશાખા વેદ પારાયણ પુર્ણાહુતી નંદ સંતોની ધર્મશાળા ખાતે યોજાશે.
- 14 મીએ સાંજે 5:30 કલાકે વડતાલ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ભવ્યા તિ ભવ્ય રીતે મહોત્સવ પરિસર ઉજવાશે.
- 15 મીએ બપોરે 12 કલાકે મહોત્સવની પૂર્ણાહુતિ થશે. અને સાંજે 6 કલાકે ભક્તિમાતાનો જન્મોત્સવ મંદિર પરિસરમાં ઉજવાશે.