અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઇ છે. અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કમલા હેરિસ હારી ગયા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને પણ ટ્રમ્પને જીત બદલ અભિનંદન આપ્યા છે. ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનશે.

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સૌથી મહત્ત્વના ગણાતા સ્વિંગ સ્ટેટ્સમાં ડોનાલ્ડ ટ્રમ્પનો દબદબો જોવા મળ્યો છે. નોર્થ કેરોલિના બાદ ટ્રમ્પે જોર્જિયામાં બાજી મારી છે. આ સાથે જ આ રાજ્યના 16 ઇલેક્ટોરલ વોટ ડોનાલ્ડ ટ્રમ્પના ખાતામાં ગયા છે. જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ 246 ઇલેક્ટોરલ કોલેજ વોટ સાથે બહુમતના આંકડા 270ની નજીક પહોંચી ગયા છે. કમલા હેરિસ 210 ઇલેક્ટોરલ મત મેળવી ચુક્યા છે.
અમેરિકામાં થઈ રહેલા વોટિંગમાં લોકો કમલા હેરિસ કે ડોનાલ્ડ ટ્રમ્પને સીધો મત આપી રહ્યા નથી. તેના બદલે તેઓ મતદારોને પસંદ કરી રહ્યા છે. આ મતદારો બાદમાં રાષ્ટ્રપતિની પસંદગી કરશે. અમેરિકાના 50 રાજ્યોમાંથી 538 મતદારો ચૂંટાયા છે. તેઓ ઇલેક્ટોરલ કૉલેજ બનાવે છે. જે ઉમેદવાર 270 કે તેથી વધુ કોલેજ મેળવે છે તે રાષ્ટ્રપતિ બને છે.
અમેરિકાના ઈતિહાસમાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામ અત્યારસુધી બે વખત ટાઈ રહ્યા છે. જેમાં ઈ.સ. 1800માં કોઈને બહુમતી મળી ન હતી. બાદમાં લોઅર હાઉસે થોમ જેફરસનને રાષ્ટ્રપતિ બનાવ્યા હતા. બે વખત સ્પર્ધા ટાઈ થઈ છે. 1800માં કોઈને બહુમતી મળી ન હતી. ત્યારબાદ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે થોમસ જેફરસનને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા હતાં. એ જ રીતે, 1824 માં, જ્હોન ક્વિન્સી એડમ્સ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.