રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં દિવાળીની સવારે વાયુની ગુણવત્તા વધારે ખરાબ રહી હતી. અહીં સવારે 9 વાગ્યે એર ક્વાલિટી ઇન્ડેક્સ (AQI) 330 રહ્યું હતું. સાંજે ફટાકડાને કારણે વાયુની ગુણવત્તા વધારે ખરાબ થવાની સંભાવના છે. ગુરુવારે રાત્રે ફટાકડા ફોડવાને કારણે શહેરમાં ધુમાડાના વાદળો ઘેરાયા છે. ફટાકડાના ધુમાડાને કારણે દિલ્હીની હવાની ગુણવત્તા ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં પહોંચી ગઈ છે.

ગુરુવારે રાત્રે 10 વાગ્યા સુધીમાં દિલ્હીની હવાની ગુણવત્તા (AQI) 330 નોંધાઈ હતી. આ સમયગાળા દરમિયાન, આનંદ વિહાર સહિતના મુખ્ય વિસ્તારોમાં AQI ‘ગંભીર’ શ્રેણીમાં નોંધવામાં આવ્યો હતો. તે જ સમયે, દિલ્હીની હવામાં પીએમ 2.5ની સાંદ્રતા વધી ગઈ, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડ્યો. ફટાકડા ઉપરાંત પરાળ સળગાવવાથી અને વાહનોમાંથી નીકળતા ધુમાડાને કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી.
દિલ્હી સિવાય જો આસપાસના વિસ્તારોની વાત કરવામાં આવે તો નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામ સહિત દિલ્હીની આસપાસના વિસ્તારોમાં સ્થિતિ અપેક્ષા કરતા સારી રહી. આ શહેરોમાં AQI ‘ખરાબ’ કેટેગરીમાં નોંધાયો હતો. જ્યારે ફરીદાબાદમાં AQI 181 નોંધાયું હતું. દિલ્હીમાં દિવાળી પર પાછલા વર્ષોના AQI વિશે વાત કરવામાં આવે તો, તે 2022માં 312, 2021માં 382, 2020માં 414, 2019માં 337, 2018માં 281, 2017માં 319 અને 2016માં 431 નોંધાયું હતું.
આ પણ વાંચો :-
 
								 
		 
		 
		 
		 
		 
		 
		 
		