
મેષઃ
મનોબળ માં વધારો થાય. આવકનું પાસુ મજબૂત થતું જણાય. ધારેલી આવક મેળવવી શકય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ છતાં થોડું ગુસ્સાવાળુ વાતાવરણ રહે. દામ્પત્ય સુખમાં આનંદ.
વૃષભઃ
અણગમતા સંજોગોનો સામનો કરવો પડે. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમ જળવાય. મિત્રોથી સહકાર મળે.
મિથુનઃ
મનનું સિધ્ધાંત વલણ રહે. આવક જળવાશે. પરિવારના સભ્યો સાથે આત્મીયતા વધે. જુના રોકાણો થી ફાયદો તથા નવો રોકાણોનું યોગ્ય આયોજન શકય બને. સંતાનની પ્રગતિથી આનંદ વધે.
કર્કઃ
દિવસ દરમ્યાન આનંદની અનુભૂતિ થાય. કરેલા રોકાણો, ફળદાયી નીવડે. નવા વાહન ની ખરીદી શકય બને. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ થાય. આથી આવક વધે. ઠંડા પીણા, પાણી, આઇસક્રીમના ધંધામાં વિશેષ લાભ.
સિંહઃ
થોડુ ગુસ્સાનું પ્રમાણ રહે. નાણાંકીય પાસુ મજબૂત થતું જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિ આનંદદાયક સાબિત થાય. કાર્યોમાં સફળતા મળતી જણાય. આરોગ્ય સાચવવું.
કન્યાઃ
સરળ સ્વભાવને કારણે અન્યની હેરાનગતિનો ભોગન બનાય એનું ધ્યાન રાખવું. આર્થિક પાસુ મજબૂત બને. જીવનસાથી સાથે ઉગ્રતા ટાળવી. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય છે.
તુુલાઃ
આનંદની અનુભૂતિ થાય. હિંમત અને વિદ્રતા માં વધારો થાય. અણુઊર્જા, ઇલેકટ્રોનિકસ, પુસ્તકાલય, કુરિયર જેવા ધંધામાં વિશેષ લાભ. લીવરની કાળજી રાખવી જરૂરી છે.
વૃશ્ચિકઃ
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનું પાસુ મજબૂત જણાય. સંતાન તરફની ચિંતા રહે. પત્નિ સાથે પ્રેમ જળવાય. પ્રિય પાત્રનું મિલન શકય બને. ભાગ્યનો સાથ મળતો નથી. આથી નોકરી ધંધામાં શાંતિ રાખવી.
ધનઃ
જીવનમાં અસતોષ જણાય પણ માનસિક સ્થિરતા જળવાઇ રહે. ખોટા વિચાર મનનો કબજો ન લઇ લે એનું ધ્યાન રાખવું. મિત્ર વર્ગથી ખૂબ સારો સહકાર મળતો જણાય. આરોગ્ય સારૂં રહે. ધંધાકીય ક્ષેત્રે આનંદમાં વધારો થાય.
મકરઃ
નવી નોકરી અથવા ધંધાની શરૂઆત શકય બને. હાલ ના કાર્યક્ષેત્રેમાં પ્રગતિ થતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આર્થિક રોકાણોમાં ફાયદો જણાય. નવા વાહન ની ખરીદી શકય બને. ઓટોમોબાઇલ ડીલર તથા ટ્રાવેલીંગના ધંધામાં વિશેષ લાભ.
કુંભઃ
ભાગ્ય મજબૂત હોવાને કારણે ઓછી મહેનતે વધુ સફળતા મેળવી શકાશે. આવકનું પ્રમાણ વધશે. પરંતુ ખોટો ખર્ચ અટકાવવો. શેર બજાર, સ્ત્રી શણગારના સાધનો ના ક્ષેત્રે વિશેષ લાભ. પત્નિ ના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.
મીનઃ
મજબૂત આત્મબળને કારણે સાહસિક નિર્ણય લઈ શકો. પરિવાર માં આનંદ જળવાય. આવકનું પ્રમાણ સાધારણ રહે. માતાની તબિયતની કાળજી રાખવી જરૂરી. માથાનો દુઃખાવો, પડવા, વાગવાથી સાચવવું. સંતાન સુખ સારૂં.