એક્ટર સલમાન ખાન આ દિવસોમાં સતત ચર્ચામાં રહે છે. સલમાન ખાનના ફેન્સ પણ તેની ચિંતામાં છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જોકે, બાબાની હત્યા બાદ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી, જે બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરી હતી. હવે ફરી એકવાર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, જેના કારણે સલમાનના ફેન્સની ચિંતા વધી ગઈ છે.
ધમકીભર્યા મેસેજ મળ્યા બાદ મુંબઈના વર્લી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આ પહેલા મંગળવારે પણ સલમાન ખાન અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીના ધારાસભ્ય પુત્ર ઝીશાન સિદ્દીકીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. ઝીશાન અને સલમાન ખાન બંનેને ધમકી આપવામાં આવી હતી અને પૈસાની માંગ કરવામાં આવી હતી.
આ કેસમાં પોલીસે નોઈડાથી મોહમ્મદ તૈયબ ઉર્ફે ગુરફાન ખાન નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપી દિલ્હીનો રહેવાસી છે. તેની સેક્ટર 39 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને મુંબઈ પોલીસે તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લીધો હતો. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનને અવારનવાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી રહે છે. આ વર્ષની શરૂઆતમાં સલમાનના ઘરે ફાયરિંગ થયું હતું, જેની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. મામલો કાળિયાર હરણની હત્યાનો છે, બિશ્નોઈ સમુદાયનું કહેવું છે કે સલમાન ખાને આ માટે તેમના સમુદાયની માફી માંગવી જોઈએ, પરંતુ સલમાન અને તેના પરિવારનું કહેવું છે કે જ્યારે તેણે કંઈ કર્યું જ નથી તો પછી તેણે માફી કેમ માંગવી જોઈએ?
આ પણ વાંચો :-