આજે દેશના વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઇ મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ વડોદરાની મુલાકાતે છે. રવિવારે મોડી રાત્રે તેઓ ગુજરાતના વડોદરા પહોંચી ગયા હતા. તેમનું વિમાન વડોદરા એરપોર્ટ ઉપર રાત્રે 1.30 વાગ્યે ઉતર્યું હતું. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત આવી પહોંચ્યા છે. આ દરમિયાન પીએમ મોદી અને સ્પેનિશ રાષ્ટ્રપતિ ગુજરાતને અને દેશનો મોટી ગિફ્ટ આપશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં બનેલું પહેલી સી-295 પ્લેન લોન્ચ કરશે. સ્પેન પરત ફરતા પહેલા પેડ્રો મંગળવારે દેશની આર્થિક રાજધાની મુંબઈની મુલાકાત લશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં C-295 એરક્રાફ્ટના કોમ્પલેક્સનું ઉદઘાટન કર્યુ. પહેલીવાર આ એરક્રાફ્ટનું યુરોપની બહાર મેન્યુફેક્ચરિંગ થવા જઈ રહ્યું છે. ભારતની ટાટા કન્સોર્ટિયમ અને એરબસ સાથે મળીને બનાવશે.. જોકે તમામ પાર્ટ્સ લગાવવાનું અને પ્લેનના ટેસ્ટિંગથી લઈને ડિલિવરી સુધીનું કામ ટાટા જ કરશે.. આ પ્લેન ઈન્ડિયન એરફોર્સના એવરો-748નું સ્થાન લેશે.. આ પ્રોજેક્ટનો ખર્ચ 22 હજાર કરોડ રૂપિયાનો છે.
ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રોડ-શો સ્વરૂપે એરપોર્ટથી એસેમ્બલી પ્લાન્ટ સુધી જવા રવાના થયા છે. આ રોડ-શોના રૂટ પર વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઇ મોદીની એક ઝલક પામવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રોડ-શો દરમિયાન તેમનું અભિવાદન કરવા, તેમની એક તસ્વીર-સેલ્ફી લેવા માટે રીતસરની પડાપડી થઇ રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. આ તકે વડાપ્રધાનની સુરક્ષામાં એસપીજી સહિતની વિવિધ એજન્સીઓ તથા વડોદરા પોલીસ જોડાઇ છે.
આ પણ વાંચો :-