શેરબજારમાં પૈસા રોકનારાઓનું ટેન્શન પૂરું થવાનું નામ નથી લઇ રહ્યું. સતત ઘટી રહેલા માર્કેટના કારણે રોકાણકારોને મોટું નુક્શાન થયું છે. છેલ્લા એક મહિનામાં માર્કેટમાં વેચાવલી ચાલુ છે. આ સમયગાળા દરમિયાન ઘણા પસંદ કરેલા મિડકેપ-સ્મોલકેપ શેર્સમાં 50% સુધીનો ઘટાડો થયો છે. તે જ સમયે રોકાણકારોને ખુશ કરનારો ડિફેન્સ ઈન્ડેક્સ તેના હાઇથી 26%ર ઘટી ગયો છે. નિફટી મિડકેપ 100માં માત્ર ૧૫ શેરો જ હવે પોઝીટિવ રીટર્ન આપી રહ્યા છે. તેના પર નિષ્ણાંતો કહે છે કે ગભરાવાની જરૂર નથી. ઘટાડા પર સારા શેર ખરીદી શકાય છે. લાંબા ગાળા માટે પોર્ટફોલિયો તૈયાર કરવાની આ યોગ્ય તક છે.

1 મહીનામાં રોકાણકારોના 40 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. 27 સપ્ટેમ્બરથી ૨૫ ઓક્ટોબર સુધીમાં BSEનાં માર્કેટ કેપ 4.77 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 4.37 લાખ કરોડ રૂપિયા પર આવી ગયું છે. MK વેન્ચર્સના ફાઉન્ડર મધુસૂદન કેલા કહે છે કે, છેલ્લા 3-4 વર્ષમાં અમે જબરદસ્ત તેજી જોઈ છે. એટલે માર્કેટમાં પ્રોફિટ બુકિંગની શક્યતા હતી. ત્યાં જ તેવું થઈ રહ્યું છે. આગામી દિવસોમાં વધુ ઘટાડાની શક્યતા નથી. લાંબા સમયમાં ભારતની ગ્રોથ સ્ટોરી યથાવત છે.
ભારતીય બજારમાં ઘટાડો ક્યારે અટકશે- મધુસૂદન કેલા કહે છે કે માર્કેટમાં ભારે ઉછાળા પછી પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે. એટલા માટે તમારે અત્યારે રોકાણ કરતી વખતે ખૂબ કાળજી રાખવી પડશે. શું ઓક્ટોબર પછી નવેમ્બર અને ડિસેમ્બરમાં પણ શેરબજાર ઘટશે?- આના જવાબમાં મધુસૂદન કેલા કહે છે કે વિદેશી રોકાણકારો વેચાવલી કરી રહ્યા છે. તેઓ ભારત જેવા ઉભરતા બજારોમાંથી પૈસા ઉપાડી રહ્યા છે અને ચીનમાં રોકાણ કરી રહ્યા છે.
આ પણ વાંચો :-