જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં ફરી એકવાર આતંકીઓએ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપ્યો છે. આ વખતે, આતંકવાદીઓએ પુલવામાના ત્રાટ વિસ્તારમાં એક બિન-કાશ્મીરીઓને નિશાન બનાવતા ઉત્તર પ્રદેશના એક મજૂરને ગોળી મારીને ગંભીર રીતે ઘાયલ કર્યો છે. મજૂરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
પીડિતની ઓળખ શુભમ કુમાર તરીકે થઈ છે. તે બિજનૌરનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બટાગુંડ ગામમાં આતંકવાદીઓએ શુભમને હાથમાં ગોળી મારી હતી, ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શુભમની હાલત હવે સ્થિર હોવાનું કહેવાય છે.
જમ્મુ-કાશ્મીરમાં સંગઠિત આતંકવાદમાં ઘટાડો થયો હોવા છતાં, ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ સતત વધી રહી છે. 2023ના વર્ષની શરૂઆતથી જ અનેક બિન-કાશ્મીરીઓ અને સ્થાનિક લોકોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે. ગયા વર્ષે અનંતનાગ, પુલવામા અને પુંછ જેવા વિસ્તારોમાં ટાર્ગેટ કિલિંગના અનેક બનાવો નોંધાયા હતા. આ હુમલાઓનો મુખ્ય લક્ષ્ય બિન-કાશ્મીરી શ્રમજીવી અને વ્યવસાયિક લોકો હોય છે, જેનાથી વિસ્તારના લોકોમાં ડરનું વાતાવરણ ફેલાઈ રહ્યું છે.
આલોકમાં, જમ્મુ-કાશ્મીરના બિન-કાશ્મીરી લોકો માટે સુરક્ષા મોટી ચિંતાનો વિષય બની છે. સરકાર અને સુરક્ષા એજન્સીઓ સતત પ્રોત્સાહન આપી રહી છે કે જમ્મુ-કાશ્મીરના લોકોને સુરક્ષા પૂરી પાડવામાં આવશે અને આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે સજાગતા અપનાવવામાં આવશે પણ જે થઇ રહ્યું છે તે સૌની સમક્ષ છે. ત્યારે શું આવનારા સમયમાં આ ટાર્ગેટ કિલિંગની ઘટનાઓને સરકાર સંપૂર્ણ રીતે રોકી શકશે તે હવે જોવું રહ્યું.
આ પણ વાંચો :-