Sunday, Sep 14, 2025

UBVS નામના રાજકીય પક્ષે લોરેન્સ બિશ્નોઈને મહારાષ્ટ્ર ચૂંટણી લડવાની ઓફર

2 Min Read

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને એક રાજકીય પક્ષ તરફથી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડવાની ઓફર મળી છે. ઉત્તર ભારતીય વિકાસ સેના (UBVS) નામનો આ પક્ષ ભારતના ચૂંટણી પંચ અને મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચમાં નોંધાયેલ છે. તેમના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનીલ શુક્લાએ લોરેન્સ બિશ્નોઈને પત્ર લખીને મહારાષ્ટ્રમાં ચૂંટણી લડવાની વિનંતી કરી છે.

UBVS પ્રમુખ સુનીલ શુક્લાએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, “મુંબઈ વિધાનસભાની ચૂંટણી લડવા માટે ઉત્તર ભારતીય વિકાસ સેનાના 4 ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે. લોરેન્સ બિશ્નોઈની મંજૂરી બાદ, વધુ 50 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે.” તેમણે વધુમાં કહ્યું કે અમે લોરેન્સ બિશ્નોઈમાં શહીદ ભગત સિંહને જોઈએ છીએ.

લોરેન્સ બિશ્નોઇને લખેલા પત્રમાં UBVS પ્રમુખ સુનીલ શુક્લાએ કહ્યું છે કે, અમને તમારામાં શહીદ ભગત સિંહ દેખાય છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ અને અન્ય પાંચ ઉત્તર ભારતીય રાજ્યોના ઉત્તર ભારતીયો, જેઓ મહારાષ્ટ્રમાં જન્મેલા અને ઉછર્યા હતા, જેઓ ઓબીસી, એસસી અને એસટી છે, તેમને અનામતથી વંચિત રાખવામાં આવ્યા કારણ કે તેમના પૂર્વજો ઉત્તર ભારતીયો હતા. જો ભારત એક એકમ છે તો શા માટે આપણે આ અધિકારથી વંચિત છીએ?

સુશીલ શુક્લાએ આગળ લખ્યું, ‘અમે તમને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લડવાનો પ્રસ્તાવ આપીએ છીએ. ઉત્તર ભારતીય વિકાસ સેનાના કાર્યકર્તાઓ અને અધિકારીઓ ખાતરી કરશે કે તમે શાનદાર પ્રદર્શન સાથે ચૂંટણી જીતો અને તમારા સમાજનો ઉત્કર્ષ કરો. અમે તમારી જવાબની રાહ જોઈ રહ્યા છીએ.

આ પણ વાંચો :-

Share This Article