સારણ અને સિવાનમાં ઝેરી દારૂના કારણે થયેલા મોતને લઈને પૂર્ણિયાના અપક્ષ સાંસદ રાજેશ રંજન, જેમને પપ્પુ યાદવ તરીકે ઓળખવામાં આવે છે, પીડિત પરિવારને મદદ કરવા પહોંચ્યા હતા. પપ્પુ યાદવે પીડિત પરિવારો સાથે મુલાકાત કરી અને દરેકને 10,000 રૂપિયાની આર્થિક સહાય આપી.

દરમિયાન પપ્પુ યાદવે જણાવ્યું કે, “જેઓ લોકો નફરત ફેલાવી રહ્યા છે અને જાતિનું અપમાન કરી રહ્યા છે, હું તેમને વિનંતી કરું છું કે તેઓ ત્રિશૂળ અને જાતિનો દુરુપયોગ કરવાનું બંધ કરે. આ બિહાર છે, જે બધાને શીખવે છે. જે દિવસે હું સત્તામાં આવીશ, હું જાતિનો દુરુપયોગ કરનારા લોકો માટે રાજકારણમાં કોઈ જગ્યા નહીં રાખું.” તેમણે ઉમેર્યું કે, “અમે એવા કાયદાનું નિર્માણ કરીશું કે જે પક્ષો આવા લોકોને ટિકિટ આપી શકશે નહીં.” ઝેરી દારૂના કારણે થયેલા મોત પર પપ્પુ યાદવે કહ્યું કે, “આ ઘટના અત્યંત દુ:ખદ છે. આ મોત નથી, પરંતુ ચોક્કસ રીતે હત્યા છે.” તેમણે સૂચવ્યું કે, “આ હત્યામાં સામેલ વ્યક્તિઓ સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ, જેમ કે કેરળ, તમિલનાડુ અને તેલંગાણામાં થાય છે, અને તેમને આજીવન કેદની સજાની જોગવાઈ થવી જોઈએ.
આ અંગે તેમણે વધુમાં કહ્યું કે, ‘આ લોકો દારૂ પીને મૃત્યુ નથી પામ્યા, પરંતુ ઝેરી દારૂ પીવાથી મૃત્યુ પામ્યા છે. આમાં તમે નેતાગીરી કરવા કરતા જો તમારી પાસે હોદ્દો અને દરજ્જો હોય તો આવો અને આ લોકોને મદદ કરો. જે દિવસે હું સત્તા પર આવીશ, હું ઝેરી દારૂનું એક ટીપું પણ નહીં બનવા દઉં. જે વિસ્તારમાં આવી ઘટના બનશે તે વિસ્તારના આબકારી અધિકારીઓને 48 કલાકમાં બરતરફ કરવામાં આવશે.’
આ પણ વાંચો :-
 
								 
		 
		 
		 
		 
		 
		 
		 
		