વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળવાનો સિલસિલો અટકી રહ્યો નથી. બોમ્બની ધમકી મળ્યા વધુ એક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ નંબર IX-196માં બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ ફ્લાઇટ દુબઈથી જયપુર આવી રહી હતી. રાત્રે 12.45 કલાકે બોમ્બની ધમકી મળ્યા બાદ ગભરાટ ફેલાયો હતો અને 1.20 વાગ્યે જયપુર એરપોર્ટ પર ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ વિમાનમાં કુલ 189 મુસાફરો સવાર હતા. લેન્ડિંગ બાદ સુરક્ષા દળોએ આખા પ્લેનની તપાસ કરી હતી. પરંતુ તપાસમાં કશું જ શંકાસ્પદ મળ્યું ન હતું.
પ્રવક્તાએ જણાવ્યું, “18 ઓક્ટોબર 2024ના રોજ દિલ્હીથી લંડન માટે ઉડાણ ભરનારી વિસ્ટારા ફ્લાઇટ UK17ને સોશિયલ મીડિયા પર સુરક્ષા સંબંધિત ધમકી મળી હતી. પ્રોટોકોલ અનુસાર, તમામ સંબંધિત અધિકારીઓને તરત જ જાણ કરવામાં આવી અને સાવચેતીના ભાગરૂપે પાયલોટોએ વિમાનને ફ્રેન્કફર્ટ તરફ વાળવાનો નિર્ણય લીધો હતો.” આ કેસ સાથે જોડાયેલા એક અધિકારીના જણાવ્યા અનુસાર ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી હતી. દરમિયાન, અકાસા એરલાઈને જણાવ્યું હતું કે તેની ફ્લાઈટ QP 1366, જે શુક્રવારે બેંગલુરુથી મુંબઈ માટે ઉડાન ભરી હતી, તેને પ્રસ્થાનના થોડા સમય પહેલા સુરક્ષા ચેતવણી મળી હતી.
એરલાઇને X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું, “એટલે, સુરક્ષા અને સલામતીની પ્રક્રિયાના અનુકૂળ, તમામ મુસાફરોને વિમાનમાંથી ઉતારવા પડ્યા, કારણ કે સ્થાનિક અધિકારીઓએ જરૂરી પ્રક્રિયાઓનો પાલન કર્યું.” ગત કેટલાક દિવસોમાં, ભારતીય એરલાઇન દ્વારા ચલાવતી લગભગ 40 ઉડાણોને બમ્બની ધમકી મળી હતી, જે અંતે ખોટી સાબિત થઈ હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલય એરલાઇનને બમ્બની ખોટી ધમકીની ઘટનાઓ અટકાવવા માટે કડક ધોરણો બનાવવા માટેની યોજના બનાવી રહ્યું છે, જેમાં દોષીઓને નો-ફ્લાઈ યાદીમાં મૂકવાનું પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો :-