સલમાન ખાનની એક્સ ગર્લફ્રેંડ સોમી અલીએ સોશિય મીડિયામાં સોલેન્સ બિશ્નોઈના નામ પર એક પોસ્ટ લખી છે. તેણે લોરેન્સ બિશ્નોઈને ભાઈ બોલતા લખ્યું છે કે, તે તને ઝુમ કોલ કરવા માંગે છે અને વાત કરવા માંગે છે. તે રાજસ્થાનના મંદિરમાં જઈ પૂજા પણ કરવા માંગે છે. સોમીએ લોરેન્સ પાસે તેનો મોબાઈ નંબર પણ માંગ્યો છે.

સોમી અલીએ લોરેન્સ બિશ્નોઈની તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું,’આ લોરેન્સ બિશ્નોઈને સીધો સંદેશ છે. નમસ્તે લોરેન્સ ભાઈ. સાંભળ્યું છે અને જોયું પણ છે કે તમે જેલમાંથી ઝુમ કોલ કરી રહ્યા છો તો મારે તમારી સાથે થોડી વાતો કરવી છે. કૃપા કરીને જણાવશો કે આવું કેવી રીતે થઈ શકે છે.
સોમી અલીએ આગળ લખ્યું,’આખી દુનિયામાં મારી સૌથી પસંદનીજગ્યા રાજસ્થાન છે. અમે તમારા મંદિર આવવા માંગીએ છીએ, પરંતુ પહેલા તમારી સાથે ઝુમ કોલ થઈ જાય અને કેટલીક વાતો થઈ જાય પૂજા બાદ. પછી વિશ્વાસ કરો કે આ તમારા ફાયદાની જ વાત છે. તમારો મોબાઈલ નંબર આપી દો ખુબ જ દયા રહેશે. આભાર.’ ત્યાં જ એક યુઝરે લખ્યું ખુબ જ સારૂ છે. તો સોમીએ જવાબમાં લખ્યું,’અરે આ એક લાઈકની વાત છે. તો કેમ નહીં.’
તમને જણાવી દઈએ કે, લોરેન્સ બિશ્નોઈ જેલમાં બંધ છે અને તેની ગેંગના સદસ્યોએ મુંબઈમાં સલમાનની નજીક રહેલા બાબા સિદ્દીકીની હત્યા કરી દીધી. તેની જવાબદારી લેતા ધમકી આપી કે જે પણ સલમાનની સાથે હોય તે જોઈ લે! આ વર્ષે જ ઈદ બાદ સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ થયુ હતું.જેના પછી સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. જ્યારે સિંગર એપી ઢિલ્લો એ સલમાન ખાન સાથે કામ કર્યું તો તેના કેનેડાવાળા ઘરની બહાર પણ બિશ્નોઈ ગેંગે ફાયરિંગ કર્યું હતું.
આ પણ વાંચો :-