HomeInternationalવિદેશ મંત્રી જયશંકર મંગળવારે SCO સમિટમાં ભાગ લેવા પહોંચ્યા પાકિસ્તાન

વિદેશ મંત્રી જયશંકર મંગળવારે SCO સમિટમાં ભાગ લેવા પહોંચ્યા પાકિસ્તાન

Date:

Related stories

નેપાળના ભીષણ પૂરમાં બેંકો પણ ન બચી! આટલાં કર્મચારીઓનો સંપર્ક કપાયો

નેપાળમાં આવેલા વિનાશક પૂરે માત્ર રસ્તા-પુલ જ નહીં, પરંતુ...

ખાંડ ખરીદવા પર ‘લિમિટ’! Blinkit, Zeptoથી D-Mart સુધી પ્રતિ ગ્રાહક મર્યાદા,નવો ભાવ કેટલા પાર?

રસોડામાં રોજ વપરાતી ખાંડ હવે ખરીદવામાં પણ સાવચેતી રાખવી...

નેપાળમાં જળપ્રલય વચ્ચે આટલા ગુજરાતીઓ સંપર્કવિહોણા, પરિવારોની ચિંતા વધી

નેપાળમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલને અનેક પરિવારોની ચિંતા...

VIDEO: મુંબઈમાં 10મા માળેથી કૂદેલી મહિલા ઝાડમાં અટવાઈ, ફાયર બ્રિગેડે આ રીતે બચાવ્યો જીવ

મુંબઈમાં બુધવારે સવારે બનેલી એક હચમચાવી દે તેવી ઘટનામાં...

જે જગ્યાએ નેપાળમાં સર્જાઈ તબાહી, ત્યાંથી થોડા કલાક પહેલાં જ નીકળી ગયા આટલા ગુજરાતી

નેપાળ-તિબેટ સરહદે આવેલા ભોટેકોશી નદી વિસ્તારમાં આવેલા વિનાશક પૂર...
spot_img

ભારતના વિદેશ મંત્રી ડૉ. જયશંકર SCO પરિષદની 23મી બેઠકમાં ભાગ લેવા પાકિસ્તાન પહોંચ્યા છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ભાગ લેવા માટે 9 વર્ષ બાદ કોઈ ભારતીય વિદેશ મંત્રી પ્રથમ વખત પાકિસ્તાન પહોંચ્યા છે. ભારતીય વિદેશ મંત્રીની આ મુલાકાત ઘણી મહત્ત્વપૂર્ણ છે. તેમણે હાલમાં જ કહ્યું હતું કે, કોઈપણ પાડોશી દેશની જેમ ભારત પણ પાકિસ્તાન સાથે વધુ સારા સંબંધો ઈચ્છે છે. પરંતુ, સરહદ પારના આતંકવાદને નજરઅંદાજ કરીને આ કરી શકાય નહીં.

એસ જયશંકર જશે પાકિસ્તાન, સુષ્મા સ્વરાજે 9 વર્ષ પહેલા પાડોશી દેશની મુલાકાત લીધી હતી |S Jaishankar will go to Pakistan Sushma Swaraj visited the neighboring country 9 years ago

પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ ડિનરનું આયોજન કરશે અને તેની સાથે જ SCO સમિટ શરૂ થશે. છેલ્લા ઘણા સમયથી બંને પાડોશી દેશોના સંબંધોમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત તરફથી પાકિસ્તાનની આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત છે.

મહત્ત્વપૂર્ણ છે કે, બંને પક્ષોએ SCO સરકારના વડાઓની સમિટ સિવાય ડૉ. જયશંકર અને તેમના પાકિસ્તાની સમકક્ષ ઇશાક ડાર વચ્ચે કોઈપણ દ્વિપક્ષીય વાતચીતનો ઇનકાર કર્યો છે. પાકિસ્તાનની મુલાકાત લેનાર ભારતના છેલ્લા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ હતા. તે અફઘાનિસ્તાન પર યોજાયેલી એક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ડિસેમ્બર 2015માં ઈસ્લામાબાદ ગયા હતા. પાકિસ્તાને ઓગસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને SCO સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img