Friday, Oct 24, 2025

ચૂંટણી પહેલાં અપાતી ફ્રી યોજનાઓ લાંચ જેવી, SCએ માગ્યો જવાબ

2 Min Read

સુપ્રીમ કોર્ટમાં રાજકીય પક્ષો દ્વારા અપાતી રેવડીઓ મુદ્દે એક અરજી દાખલ કરવામાં આવી છે. જેના પર કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ પાઠવી છે. આ પિટિશનમાં ચૂંટણી પહેલાં રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવતી મફત રેવડીઓનાં વચનોને લાંચ તરીકે જાહેર કરવાની માગ કરવામાં આવી છે.

કર્ણાટકના રહેવાસી શશાંક જે શ્રીધરે પોતાની અરજીમાં કહ્યું કે ચૂંટણી પહેલા મફત યોજનાઓની જાહેરાતને લાંચરુશ્વત તરીકે જાહેર કરવી જોઈએ. મતદારને લાંચની લાલચ આપવાનો આ એક પ્રકાર છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે મફત યોજનાથી સરકારી તિજોરી પર મોટો બોજ પડે છે. રાજકીય પક્ષો ઘણીવાર આવી મફત યોજનાઓની જાહેરાત કરે છે અને તેઓ તેનો અમલ કેવી રીતે કરશે તે પણ જણાવતા નથી.અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પારદર્શિતાનો અભાવ આવા વચનોની પરિપૂર્ણતાને સક્ષમ કરતું નથી. જેના કારણે મતદારો સાથે છેતરપિંડી થાય છે.

અરજદારે કહ્યું કે આવી યોજનાથી ચૂંટણી પ્રક્રિયા ગીવ એન્ડ ટેકની પ્રક્રિયા બની જાય છે. ફ્રીની સ્કીમ્સ અને ચૂંટણી પહેલાંના વચનોની વધતી ધમકીઓ છતાં, ચૂંટણી પંચ આ પ્રથાને રોકવામાં સફળ રહ્યું નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે લોકશાહીની અખંડિતતા જળવાઈ રહે તે રીતે ચૂંટણી યોજવી જોઈએ. અરજદારે એવી પણ માગણી કરી હતી કે ચૂંટણીના થોડા સમય પહેલા મફત યોજનાઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આવો પ્રતિબંધ માત્ર સરકારને જ નહીં પરંતુ તમામ રાજકીય પક્ષોને લાગુ પડવો જોઈએ.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણીમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે પક્ષો દ્વારા ફ્રીબીઝ પર અપનાવવામાં આવેલી નીતિનું નિયમન કરવું ચૂંટણી પંચની સત્તામાં નથી. ચૂંટણી પહેલાં મફત આપવાનું વચન આપવું કે ચૂંટણી પછી આપવાનું એ રાજકીય પક્ષોનો નિર્ણય છે. આ અંગે નિયમો બનાવ્યા વિના કોઈ પણ પગલાં લેવાથી ચૂંટણી પંચની સત્તાનો દુરુપયોગ થશે. માત્ર કોર્ટે નક્કી કરવું જોઈએ કે ફ્રી સ્કીમ શું છે અને કંઈ નથી. આ પછી અમે તેનો અમલ કરીશું.

આ પણ વાંચો :-

Share This Article