હરિયાણાના આગામી મુખ્યમંત્રી તરીકે નાયબ સિંહ સૈની 17 ઓક્ટોબરે શપથ લેશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના તમામ વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. શપથ ગ્રહણ સમારોહમાં ભાજપના રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજરી આપશે. સૈનીનો શપથ ગ્રહણ પંચકુલામાં થશે. આ માટે 10 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. જિલ્લા સ્તરીય સમિતિ હરિયાણાના નવા મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓમાં વ્યસ્ત છે.

ઉલ્લેખનીય છે કે, ગત માર્ચમાં સૈનીએ પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના રાજીનામા બાદ આ પદ સંભાળ્યું હતું. આગામી લોકસભાની ચૂંટણી પહેલા સૈનીની નિમણૂકથી રાજ્યના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. સૈની ઓબીસી સમુદાયના હોવાથી ભાજપે રાજ્યમાં સામાજિક સમીકરણોનું ધ્યાન રાખ્યું છે.
નાયબ સિંહ સૈનીએ માર્ચમાં પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને રિપ્લેસ કરીને મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. આ બીજી વખત હશે જ્યારે તેઓ રાજ્યના મુખ્યમંત્રી બનશે. આગામી લોકસભાની ચૂંટણી પહેલા સૈનીની નિમણૂકથી હરિયાણાના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. સૈની ઓબીસી સમુદાયના હોવાથી ભાજપે રાજ્યમાં સામાજિક સમીકરણોનું ધ્યાન રાખ્યું છે.
દરમિયાન થોડા દિવસ પૂર્વે સૈની દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપીના અન્ય વરિષ્ઠ નેતાઓને મળ્યા હતા. આ સિવાય તેઓ કેન્દ્રીય મંત્રી અને હરિયાણાના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાનને પણ મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે સત્તા વિરોધી ભાવનાને પડકારતાં 48 બેઠકો જીતી હતી.
આ પણ વાંચો :-