Friday, Oct 24, 2025

સુરતના યોગ ગરબાનું ઋષિકેશમાં આકર્ષણ

1 Min Read

સુરતના યોગ ગરબાએ નવરાત્રિના પવિત્ર દિવસો સાતમ-આઠમ-નોમ દરમિયાન ઋષિકેશમાં આકર્ષણ જમાવ્યું છે. ઋષિકેશના પરમાર્થ નિકેતન આશ્રમમાં ભારતની ધરોહર ગંગા નદીના કિનારે યોગગરબાનું તથા ગરબાનું આયોજન કરાયું હતું. સુરતથી યોગગરબા ઇન્વેન્ટર એનિસ રંગરેજ અને યોગગરબા પ્રેક્ટિશનર પલાશ આઠવલે દુનિયાના અલગ અલગ દેશોના લોકોને યોગ ગરબા કરાવ્યા હતા.

યોગ ગરબામાં અમેરિકા, બ્રાઝિલ, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા અને ભારતના લોકોને ગંગા નદીના ઘાટ પર નવરાત્રિ ના પાવન અવસર પર યોગગરબા ગવડાવ્યા હતા. ભવિષ્યમાં યોગગરબાને ગ્લોબલ પ્લેટફોર્મ મળવાની તક ઉભી થઈ છે. બધા વિદેશીઓએ યોગગરબાના નવા કોન્સેપ્ટ માટે ખૂબ જ સરસ અભિપ્રાય આપ્યો હતો. ઋષિકેશમાં પણ યોગગરબાનો ટ્રેનિંગ કોર્સ ચાલશે અને દુનિયા ભરમાં યોગગરબા ટ્રેનર તૈયાર કરવાનું પણ આયોજન છે.

આ પણ વાંચો :-

Share This Article