Sunday, Sep 14, 2025

વડોદરામાં 12 સાયન્સની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ

2 Min Read

વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ હવે ગુરૂવારે મોડી રાત્રે વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક યુવતી સાથે બળાત્કાર થયાની ફરિયાદ કરવામાં આવી છે. ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ફસાવી બેથી ત્રણ વખત દુષ્કર્મ આચરનાર વિધર્મીને માંજલપુર પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી દ્વારા વિદ્યાર્થિનીને બોલાવી સાથે ગરબા રમવા માટે પણ આરોપી દબાણ કરતો હતો.

ભૂજના મીરજાપર ગામે 13 વર્ષની સગીરા પર વેપારીએ આચર્યુ દુષ્કર્મ – Gujarat Mirror

મળતી માહિતી મુજબ, ધો. 12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો ચાર મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ પર મકરપુરા ગામમાં રહેતા વાજીદશા દીવાન સાથે પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઇ હતી. વાજીદશા દીવાન દ્વારા વિદ્યાર્થિનીને પોતાની સાથે પ્રેમ સંબંધ બાંધવા માટે ધમકી આપવામાં આવતી હતી. વાજીદશા દીવાન તેની સ્કૂલ પર જઇને બળજબરીથી વાત કરવાનો પણ પ્રયાસ કરતો હતો. હાલમાં ચાલતી નવરાત્રિમાં પણ માંજલપુર વિસ્તારના ગરબા ગ્રાઉન્ડ પર વિદ્યાર્થિનીને મળવા માટે આરોપી બોલાવતો હતો. આરોપી દ્વારા ગરબા ગ્રાઉન્ડ પર તેની સાથે ફોટા પણ પાડવા માટે દબાણ કરવામાં આવતું હતું.

આ અંગે એસીપી પ્રણવ કટારીયા એ માહિતી આપતા જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે યુવતી ની માતાએ ફરિયાદ આપી હતી કે મકરપુરા વિસ્તારમાં રહેતા યુવક સાથે મારી દીકરી નો સંપર્ક ઇન્સ્ટાગ્રામ પર થયો હતો અને તેની સાથે અવારનવાર જતી હતી તે દરમિયાન મકરપુરાના યુવકે તેણીને પટાવી ફોસલાવી દુષ્કર્મ આચર્યું છે. અને નવરાત્રી દરમિયાન પણ તેને હેરાન પરેશાન કરી રહ્યો છે આ ફરિયાદના આધારે તાત્કાલિક અસરથી પોલીસે મકરપુરાના સાજીદશા દિવાન ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ અન્ય કોઇ કિશોરીને આ રીતે ફસાવી છે કે કેમ ? અન્ય કોઇ આરોપીની સંડોવણી છે કે કેમ? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

Share This Article