ટાટા ગ્રુપના વડા, દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર રતન ટાટાનું નિધન થયું છે. તેઓ 86 વર્ષના હતા. રતન નવલ ટાટાએ મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા અને દુનિયાને અલવિદા કહ્યું. ટાટા સન્સના ચેરમેને તેમના મૃત્યુની પુષ્ટિ કરતું સત્તાવાર નિવેદન જારી કર્યું છે. હાલમાં જ તેની ખરાબ તબિયત અંગેના સમાચાર આવ્યા હતા, જેને તેણે ખુદ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર નકારી કાઢ્યા હતા.
ગુજરાત સરકારે રતન ટાટાના નિધન પર એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે મુંબઇ ગયા હતા. CM ભૂપેન્દ્ર પટેલે રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રતન ટાટાનું ગત મોડી રાત્રે અવસાન થયું હતું. સ્વર્ગસ્થનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે નેશનલ સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ લેન, નરીમાન પોઈન્ટ, મુંબઈ ખાતે રાખવામા આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે મુંબઈ પહોંચ્યા હતા. બપોર બાદ તેઓ ગાંધીનગર પરત ફરશે.
રતન ટાટાએ દેશમાં સૌપ્રથમ વાર કાર ઇન્ડિકાનું ઉત્પાદન શરૂ કર્યું હતું. દેશમાં 100 ટકા બનેલી આ કારને પહેલી વાર 1998માં એટો એક્સપોમાં અને જેનેવા ઇન્ટરનેશનલ મોટર શોમાં પ્રદર્શિત કરી હતી. તેમના નામે વિશ્વની સૌથી સસ્તી કાર ટાટા નેનો બનાવવાની ઉપલબ્ધિ પણ છે.
ટાટા ગ્રુપે મુખ્ય હસ્તાંતરણ–વર્ષ 2000માં ટાટા ટી દ્વારા 45 કરોડ ડોલરમાં ટેટલીનું હસ્તાતંરણ કર્યું હતું. ત્યાર બાદ 2007માં ટાટા સ્ટીલ દ્વારા 6.2 અબજ પાઉન્ડમાં કોરસનું હસ્તાંતરણ છે. 2008માં ટાટા મોટર્સ દ્વારા 2.3 અબજ ડોલરમાં જેગુઆર લેન્ડ રોવરનું હસ્તાંતરણ છે.
ટાટા ગ્રુપની કુલ 26 કંપનીઓ સ્ટોક માર્કેટમાં લિસ્ટ છે, જેમાંથી આઠ કંપનીઓ એવી છે, જેનું માર્કેટ કેપ રૂ. એક લાખ કરોડથી વધુ છે. ટાટા ગ્રુપને સોલ્ટ ટુ સોફ્ટવેર કહેવામાં આવે છે.
આ પણ વાંચો :-