Thursday, Nov 6, 2025

માંડવીમાં વિધર્મીનો સગીરા ઉપર બળાત્કાર

2 Min Read

સુરત જિલ્લામાં દુષ્કર્મની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ગઈકાલે માંગરોળનાં બોરસરાં ગામની સીમમાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. ત્યારે હવે માંડવીમાં 14 વર્ષની સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની હચમચાવતી ઘટના બની છે. વિધર્મી યુવકે સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની માહિતી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી છે.

REPUBLICADAINIK | Balatkar-Rape - REPUBLICADAINIK

આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતના માંડવી તાલુકાના એક ગામની માત્ર 14 વર્ષની દીકરીને પેટમાં દુખાવો ઉપડતા આ આખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સિરાજ પઠાણ 14 વર્ષની સગીરાને લલચાવી અને ફોસલાવીને ઓટોરિક્ષામાં બેસાડીને અવાવરુ જગ્યા પર લઈ જતો હતો. જે બાદ તેની પર દુષ્કર્મ ગુજારતો હતો. સિરાજે આવું કૃત્ય અનેકવાર કર્યું હોવાનું સામે આવ્યું છે. જે બાદ સગીરાને પેટમાં દુખાવો થતા તેની સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તબીબોએ સગીરા ગર્ભવતી છે તેમ જણાવ્યું હતું. જોકે, આ સાંભળતા જ પરિવાર પર જાણે દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો.

દરમિયાન, ભોગ બનનાર સગીરાને પેટમાં દુ:ખાવો થતાં તેણીને પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તબીબી તપાસમાં સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે સગીરાને પૂછતા તેણીએ સમગ્ર હકીકત પરિવારને જણાવી હતી. આ મામલે પીડિતાનાં પરિવારે ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, આરોપી વિધર્મી યુવકની ઓળખ અરબાઝ સિરાજ પઠાણ તરીકે થઈ છે. પોલીસે તેની વિરુદ્ધ દુષ્કર્મ સહિતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :-

Share This Article